<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જમ્‍મુ-કાશ્‍મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં ફેન્‍ટમે શહિદી વહોરી

ભારતીય સેનાના સ્‍નીફર ડોગે બહાદુરીથી વિરગતિ પ્રાપ્‍ત કરી

જમ્‍મુ-કાશ્‍મીરના સુંદરબની સેકટરના આસન વિસ્‍તારમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં ભારતીય સેનાનો સ્‍નિફર ડોગ ‘ફેન્‍ટમે' શહીદી વ્‍હોરી, આતંકવાદીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કર્યા પછી, ફેન્‍ટમે દુશ્‍મનોનો સામનો કરતા પોતાના જીવ આહુતી આપી, ફેન્‍ટમની બહાદુરી વિશે સેનાએ કહ્યું આપણાં સૈનિકો આતંકવાદીઓને ઘેરવામાં રોકાયેલા હતા, ફેન્‍ટમે દુશ્‍મનોનું ધ્‍યાન આકર્ષિત કર્યું અને ગોળીઓનો સામનો કરી શહીદ થયો હતો.(૨.૨૪)

(4:09 PM IST)