News of Tuesday, 29th October 2024
અકબરના શાસનકાળ સુધી ચલણી સિક્કા ઉપર દેવ-દેવતાનું મુદ્રણ કરાતું
આજે પણ દિવાળી પર લક્ષ્મી-ગણેશના ચાંદીના સિક્કાની માંગ યથાવત

નવી દિલ્હીઃચાંદીમાં રેકોર્ડ વધારો થયો હોવા છતાં દિવાળી પર લક્ષ્મી-ગણેશના ચાંદીના સિક્કાની માંગ યથાવત છે. દિવાળી પર પૂજા અને ભેટ આપવા માટે લક્ષ્મી-ગણેશના સિક્કા ખરીદવામાં આવે છે. ભલે આજે દેશમાં સિક્કા અને નોટો પર લક્ષ્મીજી છપાતી નથી, પરંતુ એક સમય હતો જ્યારે સિક્કા પર લક્ષ્મીજી છપાતી હતી.
અકબરના શાસનકાળ દરમિયાન સિક્કાઓ પર લક્ષ્મીજીની મુદ્રણ બંધ કરી દેવામાં આવી હતી અને કલમનું છાપકામ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં સિક્કાઓ પર ચહેરાનું નિશાન પહેલી સદીથી શરૂ થયું હોવાનું માનવામાં આવે છે. કનિષ્કના સમયના સિક્કા પર મળેલી આકળતિને દેવી લક્ષ્મીનું માનવામાં આવે છે. આ કુશાન દેવી અર્દોક્ષોનો સિક્કો છે, જે સંપત્તિ અને સમળદ્ધિની દેવી હતી.
સિક્કા પર તેના હાથમાં અનાજની શીંગો છે. ગુપ્તકાળમાં, સમુદ્રગુપ્તના સમયના સિક્કાઓ પર દેવી દુર્ગા, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં પદ્માસન મુદ્રામાં દેવી લક્ષ્મી અને સ્કંદગુપ્તના સમયમાં ધનલક્ષ્મીનો શિલાલેખ છે. ગુપ્તકાળના સિક્કાઓ પર દેવી લક્ષ્મીજીની છાપને સ્વીકારવામાં ઇતિહાસકારો એકમત નથી.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
