News of Tuesday, 29th October 2024
મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે ચૂંટણી જીતી શકે એમ નથીઃ ફડણવીસનો સ્વીકાર
દરરોજની સરેરાશ રૂપિયા ૧.૭૭ કરોડની આવકઃ એડવાન્સ બુકિંગમાં ર૦ ટકાનો વધારો

મુંબઇ તા.ર૯ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦ નવેમ્બરે યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ ૨૩ નવેમ્બરે આવશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે કબૂલ કર્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં એકલા હાથે જીતી શકે એમ નથી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કબુલ કર્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ એકલે હાથે જીતી શકે એમ નથી. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ કોઇના સહકાર વગર એકલે હાથે સત્તા પર આવી શકયો નથી. દેવેન્દ્ર ફડણવીસે જોકે, એવું કહ્યું છે કે, ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠક મળશે. ફડણવિસે ના છૂટકે કબૂલ કરવું પડ્યું છે કે જમીની હકીકત સ્વિકારવી જ પડે.
મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અત્યાર સુધી ૧૪૬ ઉમેદવારોની યાદી જાહેર કરી ચુકી છે. ભાજપે ઙ્કથમ યાદીમાં ૯૯,બીજી યાદીમાં ૨૨ અને ત્રીજી યાદીમાં ૨૫ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
