News of Tuesday, 29th October 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિમાં સીટ વહેચણી પર સહમતી : ભાજપ 148 બેઠકો લડશે : જાણો કયો પક્ષ કેટલા ઉમેદવાર ઉતારશે
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ: તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી :મહાયુતિમાં સીટની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ

મુંબઈ :મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની ગતિવિધિઓ વધી છે. તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને નામાંકન પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ વખતે મહાયુતિમાં સીટની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે. આવો જાણીએ કઈ પાર્ટીને કેટલી સીટો મળી છે
આ ગઠબંધનમાં ભાજપની મુખ્ય ભૂમિકા છે, જ્યારે NCPને નાના ભાઈની ભૂમિકા મળી છે. મહાયુતિએ અન્ય સહયોગી પક્ષોને પણ 6 બેઠકો આપી છે. આ સિવાય મહાયુતિએ શિવડી બેઠક પરથી રાજ ઠાકરેની પાર્ટી MNSના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે સર્વસંમતિ સધાઈ છે:જે મુજબ ભાજપઃ 148 બેઠકો . એકનાથ શિંદેની શિવસેના: 80 બેઠકો, અજિત પવારની NCP: 53 .બેઠકો અન્ય નાના પક્ષો માટે: 6 બેઠકો રાજ ઠાકરેની MNS: 1 સીટ (શિવડી) સીટ લડશે
એનડીએ 2019ની વિધાનસભા ચૂંટણી એકજૂથ થઈને લડી હતી. ભાજપે 164 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી 105 બેઠકો જીતી હતી. જ્યારે અવિભાજિત શિવસેનાએ 126 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 56 બેઠકો જીતી હતી. આ વખતે શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એકનાથ શિંદેની શિવસેનાઃ મહાયુતિ સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાઃ મહાવિકાસ આઘાડી સાથે હવે બધાની નજર 20 નવેમ્બરે મતદાન અને 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો પર છે, જે નક્કી કરશે કે મહારાષ્ટ્રના આગામી નેતા કોણ હશે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
