<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

મહારાષ્ટ્ર ચૂંટણીમાં અજિત પવારે નાખ્યો ખેલ : ભાજપના વિરોધ છતાં નવાબ મલિકને માનખુર્દથી ઉમેદવાર બનાવ્યા

ભાજપે અનુશક્તિનગરથી નવાબ મલિકને ટિકિટ ન આપવા માટે પ્રયાસો કરતા શરૂઆતમાં દબાણ સામે ઝૂકીને અજિતે મલિકની જગ્યાએ તેમની પુત્રી સના મલિકને ટિકિટ આપી હતી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે અને મત ગણતરી બાદ 23 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. આજે નામાંકનના અંતિમ દિવસે સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં સામેલ અજિત પવારે નવાબ મલિકને માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવીને મોટો ખેલ ખેલ્યો છે

   નવાબ મલિકને ચૂંટણીમાં ન ઉતારવા સાથીદાર ભારતીય જનતા પાર્ટીના દબાણ છતાં, નામાંકનના છેલ્લા દિવસે, નવાબ મલિકે માનખુર્દ શિવાજી નગર બેઠક પરથી એનસીપીના ઉમેદવાર તરીકે અજિત પવારની સાથે અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી નોંધાવી છે .

   અજિત પવારની NCP એ માનખુર્દ શિવાજી નગર સીટ માટે NCPનું A અને B ફોર્મ આપ્યું હતું. નામાંકન બાદ નવાબ મલિકે જણાવ્યું હતું કે, "મેં અપક્ષ તરીકે અને NCPની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી છે. જો NCPનું નામાંકન પાછું ખેંચવામાં આવશે તો હું અપક્ષ તરીકે ચૂંટણી લડીશ."

   ભાજપે અનુશક્તિનગરથી નવાબ મલિકને ટિકિટ ન આપવા માટે સતત પ્રયાસો કર્યા અને શરૂઆતમાં આ દબાણ સામે ઝૂકીને અજિતે મલિકની જગ્યાએ તેમની પુત્રી સના મલિકને ટિકિટ આપી. હવે, નોમિનેશનના છેલ્લા દિવસે અજિત પવારે એક હિલચાલ કરી છે અને જાહેરાત કરી છે કે નવાબ મલિક માનખુર્દથી ચૂંટણી લડશે.

(6:26 PM IST)