હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

નવી દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ચૌધરી મતીન અહેમદના પુત્ર ઝુબેર અહેમદ અને તેમની પત્ની શગુફ્તા ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બંને અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઝુબેર અહેમદ બાબરપુરના જિલ્લા અધ્યક્ષ રહી ચૂક્યા છે જ્યારે તેમની પત્ની શગુફ્તા ચૌધરી કોંગ્રેસ તરફથી કાઉન્સિલર છે.
દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી તે વિસ્તારોમાં પણ પોતાના સમૂહને વિસ્તારવામાં વ્યસ્ત છે જ્યાં તેણે પોતાને વધુ મજબૂત બનાવવાની છે. ચૌધરી મતીન અહમની ગણતરી દિલ્હી કોંગ્રેસના મોટા નેતાઓમાં થાય છે. તેઓ સીલમપુર વિસ્તારના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હવે તેમનો પરિવાર કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયો છે.
ચૌધરી મતીન અહેમદ 1993 થી 2015 સુધી સીલમપુર સીટથી ધારાસભ્ય રહી ચુક્યા છે. હવે તેમના પુત્ર આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ એવી અટકળો ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી ઝુબેર અહેમદને સીલમપુર સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે. આ એક એવી બેઠક છે જ્યાં મુસ્લિમ મતદારો સારી સંખ્યામાં છે. આમ આદમી પાર્ટીને પણ આ વિસ્તારમાં આવા ચહેરાની જરૂર હતી.
બીજી તરફ સીલમપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ રહેમાને લઘુમતી સેલના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. અબ્દુલ રહેમાને કહ્યું કે હું આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે કહ્યું કે મંતવ્યોમાં વધતા જતા તફાવતને ધ્યાનમાં રાખીને મેં આ નિર્ણય લીધો છે. આશા છે કે પાર્ટી અને સમર્થકો મારા પગલાને સમજશે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સતત જનસંપર્ક કરી રહ્યા છે. પૂર્વ સીએમ દિલ્હીના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને લોકો સાથે મુલાકાત પણ કરી રહ્યા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM