News of Tuesday, 29th October 2024
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મિની બસ ખાઈમાં પડતા 30 મુસાફરો ઘાયલ: ત્રણની હાલત ગંભીર
ઈજાગ્રસ્ત 26 નર્સિંગ વિદ્યાર્થીઓ સહિત 30 મુસાફરોને સારવાર માટે ઉધમપુરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યા

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક મિની બસ ખાઈમાં પડતાં 26 નર્સિંગ વિદ્યાર્થીઓ સહિત 30 લોકો ઘાયલ થયા છે. ઉધમપુર જિલ્લામાં મંગળવારે એક ખાનગી મિની બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી હતી, જેમાં ઓછામાં ઓછા 30 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી મોટાભાગના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મિની બસ સલમારીથી ઉધમપુર જઈ રહી હતી ત્યારે ફાર્મા ગામ નજીક બપોરે 12.30 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. સત્તાવાળાઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને 26 નર્સિંગ વિદ્યાર્થીઓ સહિત 30 મુસાફરોને સારવાર માટે ઉધમપુરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને વિશેષ સારવાર માટે જમ્મુ મોકલવામાં આવી રહ્યા છે. ઉધમપુરના ડેપ્યુટી કમિશનર સલોની રાયે પરિસ્થિતિનો તાગ મેળવવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
