<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

સ્વિસ કંપનીયો ભારતમાં ૧૦૦ અરબ ડોલરનું રોકાણ કરશે

નવી કંપનીઓના કારોબારને લઈને ભારતમાં ૧૦ લાખ લોકોને રોજગાર મળશે.

નવીદિલ્હી: સ્વિટ્ઝરલેન્ડની કંપનીયો ભારતમાં ઝડપથી મૂડી રોકાણ કરવાને માટે આકર્ષિત થઈ  રહી છે. અત્યાર સુધી તેઓ ચીનમાં મૂડી રોકાણ કરવાનું પસંદ કરતા આવ્યા છે. યુરોપીય કારોબારીયોને હવે લાગી રહ્યું છે કે, ભારતની સરખામણીમાં ચીનની અર્થવ્યવસ્થાના વિકાસની ગતિ ધીમી પડી ચૂકી છે. આ કંપનીયોને ભારતથી વધુ આર્થિક વિકાસનો મોટો ફાયદો મળી શકે તેમ છે.

  માર્ચમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનની સાથે ભારતે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશીપ (ટીઇપીએ) પર હસ્તાક્ષર કર્યા પછી, આ સમજૂતી મુજબ ભારતને એવા વ્યવસાયોને માટે વધુ આકર્ષક બન્યા છે, જે પહેલેથી જ ચીન તરફ કેન્દ્રિત હતા. યુરોપિયન ફ્રિ ટ્રેડ એસોસિએશનનો સૌથી મોટો સભ્ય દેશ સ્વિટ્ઝર્લેન્ડ છે. 

  રીજનલ ટ્રેડ ડીલ અમલમાં આવવાથી ઈન્જિનિયરિંગ કંપની એબીબી અને ટ્રાન્સપોર્ટ ફર્મ કુએન+ નાગેલ જેવી સ્વિસ કંપનીયો ભારતમાં ૧૦૦ અરબ ડૉલર સુધીનું  મૂડી રોકાણ કરશે. યૂરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનના બીજા સભ્ય દેશોમાં નાર્વે, આઇસલેન્ડ તથા લિક્ટેસ્ટાઈન સામેલ છે. હાલ ભારતમાં ૩૫૦ થી વધુ સ્વિસ કંપનીયો કારોબાર કરી રહી છે, તેમજ નવી કંપનીયોના કારોબારને લઈને ભારતમાં ૧૦ લાખ લોકોને રોજગાર મળશે.

(11:56 PM IST)