તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, 2,695 ગ્રામ હેરોઈન જપ્ત, 3 લોકોની ધરપકડ
બારામુલ્લા પોલીસે 2,695 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું જેની કિંમત 20 કરોડ રૂપિયા :ત્રણ મોટા દાણચોરોની પણ ધરપકડ

જમ્મુ-કાશ્મીર પોલીસને મંગળવારે મોટી સફળતા મળી છે. પોલીસે કાશ્મીરના બારામુલામાંથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો છે, જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. ડ્રગ્સ સાથે ત્રણ દાણચોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું.
જામ્બુર પટ્ટન પાસે એક વાહનની તલાશી દરમિયાન, અધિકારીઓએ પોલિથીન બેગમાં છુપાવેલ 519 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. પોલીસે જણાવ્યું કે ડ્રગ્સ સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
મામલાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે નાઝીમ દિન પાસેથી કુલ 519 ગ્રામ ડ્રગ મળી આવ્યું છે, જેની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તંગધાર કુપવાડાના વકાર અહેમદ ખ્વાજા પાસેથી 475 ગ્રામ અને મારાજગામ હંદવાડાના મંજીર અહેમદ ભટ પાસેથી 1,701 ગ્રામ મળી આવ્યો છે
આ કેસમાં પોલીસ પૂછપરછ દરમિયાન નાઝીમે ડ્રગ્સની દાણચોરીમાં તેની સંડોવણી કબૂલ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે મીર સાહેબ નામના વ્યક્તિ માટે કામ કરતો હતો. નાઝિમે જણાવ્યું કે તેના સહયોગી વકાર અહેમદ ખ્વાજા સાથે 17 ઓક્ટોબરે તેને શ્રીનગરની નૂરા હોસ્પિટલ પાસે એક મહિલા પાસેથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મળ્યું હતું. આ પછી તેને અર્ટિગા કારમાં શ્રીનગરથી હંદવાડા લઈ જવામાં આવ્યો અને ત્યાં વહેંચવામાં આવ્યો.
નાઝિમની આ માહિતીના આધારે, બારામુલ્લા પોલીસે વકાર અહેમદને તેની કાર સાથે હંદવાડા બાયપાસ ક્રોસિંગ નજીકથી ધરપકડ કરી અને ટ્રંકમાંથી 475 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું.
તેની તપાસ કર્યા પછી, પોલીસે 27 ઓક્ટોબરે હંદવાડાના મરઝગામના ત્રીજા આરોપી મંજૂર અહેમદ ભટની ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ, તેના ઘરની તલાશીમાં તેના કબાટમાં છુપાયેલ 1,701 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
