News of Tuesday, 29th October 2024
માર્ચ અને સપ્ટેમ્બર વચ્ચે રિઝર્વ બેંક વધુ ૧૦૦ ટન ગોલ્ડ રિઝર્વ પરત લાવી: ન્યુઝ ફર્સ્ટ

આરબીઆઈ માર્ચ અને સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે વધુ ૧૦૦ ટન ગોલ્ડ રિઝર્વ પરત લાવી હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે
રિઝર્વ બેન્કના કહેવા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૪ના અંત સુધીમાં, રિઝર્વ બેંક પાસે ૮૫૪.૭૩ મેટ્રિક ટન સોનું હતું, જેમાંથી ૫૧૦.૪૬ મેટ્રિક ટન સ્થાનિક સ્તરે રાખવામાં આવ્યું હતું.
જ્યારે ૩૨૪.૦૧ મેટ્રિક ટન સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેન્ક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (બી આઈ એસ) પાસે સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, જ્યારે ૨૦.૨૬ મેટ્રિક ટન ગોલ્ડ ડિપોઝિટના સ્વરૂપમાં રાખવામાં આવ્યું હતું.
• મૂલ્યની દ્રષ્ટિએ (અમેરિકી ડોલરમાં), કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો માર્ચ ૨૦૨૪ના અંતે ૮.૧૫%થી વધીને સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે લગભગ ૯.૩૨% થયો છે.
• તેથી, લગભગ ૬૦% ગોલ્ડ રિઝર્વ હવે સ્થાનિક સ્તરે છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
