News of Tuesday, 29th October 2024
સંઘનો સંદેશો પ્રાંત સ્તરના પ્રચારક ઘર ઘર પહોંચાડશે
પ્રચારકોએ શતાબ્દી વર્ષ માટે નક્કી કરેલા સંસ્થાકીય લક્ષ્યો પણ પુરા કરવા પડશે

નવીદિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના પ્રચારકોને હિંદુ સમાજમાં સામાજિક એકતા લાવવાનો એજન્ડા જમીની સ્તરે લઈ જવા અને સંઘના સંદેશાને ઘર ઘર પહોંચાડવા અને આગામી વર્ષના લક્ષ્યોને માટે તમામ પદાધિકારીયોને જવાબદારી (૧૧ રીજન અને ૪૬ પ્રોવિન્સ) પ્રચારકોને સરસંઘચાલક મોહન ભાગવતે આપી હતી.
ઓલ ઇન્ડિયા કાર્યકારી મંડળની બેઠકમાં જે ચર્ચા થઈ એ પ્રમાણે પ્રચારકોએ પંચ પરિવર્તનનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવો જોઈએ. પંચ પરિવર્તનમાં કૌટુંબિક જાગૃતિ, પર્યાવરણીય રક્ષણ, દેશી જીવનશૈલી, સામાજિક એકતા, દરેક ગામ અને નગરમાં સામાજિક એકતા વગેરેનો સમાવેશ થાય છે. પ્રચારકોએ શતાબ્દી વર્ષ માટે નક્કી કરેલા સંસ્થાકીય લક્ષ્યો પણ પુરા કરવા પડશે. દરેક સહભાગીએ આ લક્ષ્યોને સાકાર કરવા પદ્ધતિઓ સ્વીકારી હતી. ૧૦૦ માં સંસ્થાપક દિવસ (૨૦૨૫ ની વિજયાદશમી) સુધીમાં સાકાર કરવાનું જણાવવામાં આવ્યું છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
