<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે :રિચાર્જ પ્લાન ફરીથી મોંઘા થશે ?

એરટેલના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિટ્ટલે તમામ ટેલિકોમ કંપનીઓ માટે ટેરિફ વધારવાની માંગ કરી

નવી દિલ્હી :મોંઘવારી માજા મુકી રહી છે. તેમાં પણ હાલમાં વધુ એક માઠા સમાસાર સામે આવ્યા છે. જેમાં મોબાઈલ રિચાર્જના ભાવમાં ફરી વધારો થઈ શકે છે. થોડા સમય પહેલા ભારતમાં ટેલિકોમ કંપનીઓએ તેમના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જેમાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના નામ સામેલ છે. મોટો વધારો કરીને કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન 26% મોંઘા કર્યા છે. યુઝર્સ હમણાં જ આ આઘાતમાંથી બહાર આવી રહ્યા હતા જ્યારે આવા જ અન્ય એક સમાચાર આવી રહ્યા છે.

   એરટેલના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિટ્ટલે તમામ ટેલિકોમ કંપનીઓ માટે ટેરિફ વધારવાની માંગ કરી છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું રિચાર્જ પ્લાન ફરીથી મોંઘા થશે. ભારતી એરટેલના એમડી ગોપાલ વિટ્ટલે તમામ ટેલિકોમ કંપનીઓ માટે ટેરિફ વધારવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ભારતના ટેલિકોમ સેક્ટરમાં રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ હજુ પણ ઓછું છે. 

    આ સપ્તાહની શરૂઆતમાં જાહેર કરાયેલા કમાણીના નિવેદનમાં ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત છે અને દેવું ઘટાડવા માટે પણ કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ઉદ્યોગને આગળ વધવા માટે ટેરિફ વધારવાની જરૂર છે કારણ કે હજુ પણ ROCE માત્ર 11% છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષમાં ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનની કિંમતોમાં બે વખત કુલ 40%નો વધારો કર્યો છે. જુલાઈ 2024માં પણ તમામ ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના દરોમાં 26% વધારો કરવાની જાહેરાત કરી હતી

   એરટેલે સ્પામ કૉલ્સ અને મેસેજને રોકવા માટે એક નવું AI-સંચાલિત સ્પામ શોધ સોલ્યુશન લોન્ચ કર્યું છે. તે સંપૂર્ણપણે મફત છે અને તમામ એરટેલ ગ્રાહકો માટે આપમેળે સક્રિય થઈ જશે. ગોપાલ વિટ્ટલે કહ્યું, એરટેલ ગ્રાહકોને સારો અનુભવ આપવા માટે તેના નેટવર્કમાં રોકાણ કરી રહી છે. અમે ભારતનું પ્રથમ AI-સંચાલિત નેટવર્ક-આધારિત સ્પામ ડિટેક્શન સોલ્યુશન લોન્ચ કર્યું છે. એરટેલના 5G નેટવર્કને ફરી એકવાર ઓપન સિગ્નલ દ્વારા ઓળખવામાં આવી છે. 

  ગોપાલ વિટ્ટલને એરટેલમાં પણ નવી જવાબદારી આપવામાં આવી રહી છે. ગોપાલ વિટ્ટલને ભારતી એરટેલના મેનેજિંગ ડિરેક્ટર તેમજ વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. તેઓ 1 જાન્યુઆરી, 2026 થી એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેનની ભૂમિકા પણ સંભાળશે .

(11:08 PM IST)