News of Tuesday, 29th October 2024
યુપીમાં હેવાનિયતની હદ વટાવી :ત્રણ માસની ગર્ભવતી બકરી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નશાખોરે ગળું દબાવી મારી નાખી
તેની ઉપર મા ઉપર દુષ્કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો: દોઢ વર્ષ માટેની જેલની સજા ભોગવીને આવ્યો છે

ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ચર્ચા થતી જોવા મળી રહી છે. તે ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો આરોપીને કડક સજા ફટાકારવાની માગ કરી રહ્યા છે
એક અહેવાલ અનુસાર ઉત્તરપ્રદેશના કોતવાલી વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં Goat સાથે નશાની હાલતમાં એક વ્યક્તિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ હેવાને પશુ સાથે રેપ કરીને તેનું ગળું દબાવીને મારી પણ નાખી હતી. ત્યારે આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસે રિક્ષા ચાલક મનુ સાગરની ધરપકડ કરી છે. તે ઉપરાંત મનુ સાગર વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
જોકે પોલીસ દ્વારા મૃતક પશુને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. તો સ્થાનિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મનુ સાગરે નશેડી છે. તેણે પશુ સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેને મારી નાખી છે. કારણ કે... મનુ સાગર ઉપર આ પહેલા પણ એક ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે અંતર્ગત તેની ઉપર મા ઉપર દુષ્કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો. અગાઉ તેણે એક મહિલા પોલીસકર્મી સાથે પણ ગેરવર્તન કરવાની કોશિશ કરી હતી.
તો આરોપી મનુ સાગરના આ પ્રકારના સ્વભાવને કારણે તેની માતા અને તેના આંધળા પિતા એક વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. તો મનુ સાગર ઉપર આરોપલ લાગવવામાં આવ્યો છે કે, તેણે મહિલા પોલીસકર્મી સાથે દુષ્કૃત્ય કરવાની કોશિશ કરી હતી. ત્યારે આ તમામ ઘટનાઓના આધારે કેસ દાખલ કરીને તેની વિરુદ્ધ કાવાયત હાથ ધરી છે. જોકે મહિલા પોલીસકર્મીના મામલે તે પહેલાથી દોઢ વર્ષ માટેની જેલની સજા ભોગવીને આવ્યો છે.
બીજી તરફ પશુના માલિક શેર સિંહે આરોપ લગાવ્યો છે કે, તેની Goat સાથે કંઈક ખોટું થયું છે. જોકે તેણે ઘટનાને અંજામ આપતા મનુ સાગરને જોયો નહતો. પરતં તેમને શંકા છે કે, મનુ સાગરે Goat સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. અને તે પછી નશાની હાલતમાં તેણે ગળું દબાવીને મારી નાખી છે. તે ઉપરાંત શેર સિંહે કર્યું છે કે, 3 માસથી Goat ગર્ભવતી હતી. ત્યારે શેર સિંહના બયાનના આધારે મનુ સાગરની ધરપકડ કરવામાં આવી છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
