News of Wednesday, 30th October 2024
બિકાનેરમાં દિવાળી પર ઉર્દુ રામાયણનું વાંચન થાય છે
ઉર્દુ રામાયણનું પઠન પાઠ મુસ્લિમ કવિ કરે છે અને શ્રોતા હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાય ના હોય છે

જયપુર: બિકાનેરમાં દર દિવાળી પર એક અનોખી પરંપરા મુજબ હિન્દુ મહાકાવ્ય રામાયણના ઉર્દુ સંસ્કરણનુ વાંચન થાય છે, એટલે કે શ્રોતાઓને ઉર્દુ રામાયણ સંભળાવવામાં આવે છે. આ વાર્ષિક આયોજનમાં ઉર્દુ શાયર, રામાયણના ઉર્દુ સંસ્કરણનુ વાંચન કરે છે. બિકાનેરના મૌલવી બાદશાહ હુસેન રાણા લખનવીએ ૧૯૩૫ માં તુલસીદાસની જયંતિ પર બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત એક પ્રતિયોગિતા ને માટે ઉર્દુ ભાષામાં રામાયણનું કાવ્યાત્મક સંકરણ તૈયાર કર્યું હતું. તેને પ્રતિયોગિતામાં સ્વર્ણ પદક મળ્યો, ત્યાર પછી બિકાનેરના તત્કાલીન શાસક મહારાજા ગંગા સિહે રાણા લખનવીના સંસ્કરણને સાંભળવાને માટે એક સમારોહ આયોજિત કર્યો. આ કાર્યક્રમમાં તેજ બહાદુર સપ્રુને બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય તરફથી રાણા લખનવીને સ્વર્ણ પદક પ્રદાન કર્યો હતો. દિવાળી પહેલા બિકાનેરમાં તેનું વાંચન કરવા વાળા કાદરી ૨૦૧૨ થી ચાલી આવેલી આ પરંપરાને આગળ વધારી રહ્યા છે. ઉર્દુ રામાયણનું પઠન પાઠ મુસ્લિમ કવિ કરે છે અને શ્રોતા હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાય દ્વારા થાય છે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
