News of Wednesday, 30th October 2024
ઈન્દોરના પીથમપુરમાં ૫૦૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર બનશે
મધ્ય પ્રદેશ ઔદ્યોગિક વિકાસ નિગમે એક ખાનગી કંપનીને પાંચ એકર જમીન આપી: ડેટા સેન્ટરનો મુખ્ય લાભ એઆઇ આધારિત સ્ટાર્ટ અપ કંપનીયોને મળશે

ઇન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરનો ઔદ્યોગિક તાલુકો પીથમપુરમાં દેશનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર રૂ.૫૦૦ કરોડના ખર્ચે આગામી ૬ મહિનામાં તૈયાર થઈ જશે. મધ્ય પ્રદેશ ઔદ્યોગિક વિકાસ નિગમે એક ખાનગી કંપનીને પાંચ એકર જમીન આપી છે,
ડેટા સેન્ટરનો મુખ્ય લાભ એઆઇ આધારિત સ્ટાર્ટ અપ કંપનીયોને મળશે. આ પ્રકારના ડેટા સેન્ટરમાં કંપનીયોના સર્વર હોય છે. કંપનીયો પોતાનું કામ કરતી હોય છે અને તેમના ડેટાની સુરક્ષા ડેટા સેન્ટરમાં હોય છે. એઆઈ ડેટા સેન્ટરમા એઆઈ આધારિત એનિમેશન, થ્રી ડી વિડિયો વગેરેમાં કામ કરવા વાળી કંપનીયોના સર્વર હોય છે. તેને માટે સ્પેશ્યલાઈઝડ કુલિંગ સોલ્યુશન બનાવવામાં આવે છે. તેમાં સર્વર ને ડુબાડી દેવામાં આવે છે અને ૧૦૦ ટકા હીટ રિકવરી થાય છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
