News of Wednesday, 30th October 2024
6 નવેમ્બરે ખુલશે સ્વિગીની આઇપીઓ :રૂ,371-390 પ્રાઇસ બેન્ડ હશે
સ્વિગીના IPOની કિંમત 11,327.43 કરોડ રૂપિયા હશે:પ્રાથમિક ઈશ્યુ કરવાનો લક્ષ્યાંક (નવા શેરનું વેચાણ) અગાઉના રૂ. 3,750 કરોડથી વધારીને રૂ. 4,499 કરોડ કર્યો

મુંબઈ :ફૂડ અને ગ્રોસરી ડિલિવરી દિગ્ગજ સ્વિગીની IPO ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. સ્વિગીનો આઈપીઓ 6 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી ખુલશે, જેમાં એન્કર રોકાણકારો 5 નવેમ્બરે અરજી કરી શકશે. સ્વિગીનું લિસ્ટિંગ 13 નવેમ્બરે થઈ શકે છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના તાજેતરના આઈપીઓ પછી આ પબ્લિક ઈશ્યુ આવી રહ્યો છે. Hyundai પછી Swiggyનો IPO આ વર્ષે ભારતનો બીજો સૌથી મોટો IPO હશે.
સ્વિગીનો IPO 11,327.43 કરોડ રૂપિયાનો હશે. બેંગલુરુ સ્થિત કંપનીએ તેનો પ્રાથમિક ઈશ્યુ કરવાનો લક્ષ્યાંક (નવા શેરનું વેચાણ) અગાઉના રૂ. 3,750 કરોડથી વધારીને રૂ. 4,499 કરોડ કર્યો છે. વેચાણ માટેની ઓફર (OFS)માં પણ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં કુલ 17.51 કરોડ શેર છે, જે અગાઉ 18.53 કરોડ હતા.
સ્વિગીના સૌથી મોટા રોકાણકાર પ્રોસસ 10.91 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. અન્ય શેરધારકો પણ OFS મારફતે શેર વેચશે. IPOમાં શેરની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 371-390 છે.
સ્વિગીને ફૂડ ડિલિવરી માર્કેટમાં તેની મુખ્ય હરીફ ઝોમેટો તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડશે, જે હાલમાં BSE પર આશરે $26.5 બિલિયનનું માર્કેટ કેપ ધરાવે છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
