<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

૫૦૦ વર્ષ બાદ આજે અયોધ્‍યામાં રામલલાની ઉપસ્‍થિતિમાં ઐતિહાસિક દીપોત્‍સવ

આજે મુખ્‍યપ્રધાનની હાજરીમાં જ મહાઆરતીનો પણ રેકોર્ડ થવાનો છે : રામ કી પૈડી સહિત પંચાવન ઘાટ પર ૨૮ લાખ દીવડા ગોઠવી દેવામાં આવ્‍યા છે. એને પ્રજવલિત કરવાની જવાબદારી અવધ વિશ્વવિદ્યાલયના ૩૦,૦૦૦ વોલન્‍ટિયર્સને સોંપવામાં આવી

અયોધ્‍યા,તા. ૩૦: ૫૦૦ વર્ષ બાદ આજે અયોધ્‍યામાં રામલલાની હાજરીમાં ઐતિહાસિક દીપોત્‍સવ મનાવવામાં આવશે અને એનો લહાવો લેવા માટે આખા દેશમાંથી લોકો ત્‍યાં પહોંચી રહ્યા છે. રાજયના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથ, કેન્‍દ્રમાં પર્યટન અને સંસ્‍કૃતિ પ્રધાન ગજેન્‍દ્ર સિંહ શેખાવત સહિતના મહાનુભવો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હાજર રહેવાના છે.

અયોધ્‍યાના સાકેત મહાવિદ્યાલયથી ૧૮ ઝાંકી નીકળશે. તમામ ઝાંકીઓ રામાયણના પ્રસંગો પર આધારિત છે. જુદા-જુદા પ્રદેશોના કલાકાર પોતાની સંસ્‍કૃતિની પણ રજૂઆત કરશે. આતશબાજી અને રંગોળીઓ સંગ શોભાયાત્રા કાઢવામાં આવશે.

બપોરે ૨.૩૦ વાગ્‍યે મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથ અયોધ્‍યા પહોંચશે. ત્‍યાં પહોંચીને તેઓ ભગવાન રામ-સીતાના રાજયાભિષેકમાં સામેલ થશે. તેઓ બીજા પ્રધાનોની સાથે ભગવાન રામ-સીતાનો રથ ખેંચશે.

રામ કી પૈડી સહિત પંચાવન ઘાટ પર ૨૮ લાખ દીવડા ગોઠવી દેવામાં આવ્‍યા છે. એને પ્રજવલિત કરવાની જવાબદારી અવધ વિશ્વવિદ્યાલયના ૩૦,૦૦૦ વોલન્‍ટિયર્સને સોંપવામાં આવી છે. સાંજ સુધીમાં આ દીવડા પ્રગટાવી દેવામાં આવશે. ત્‍યાર બાદ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સની ટીમ ડ્રોનની મદદથી આ દીવડાઓની ગણતરી કરીને રાત્રે આઠ વાગ્‍યા સુધીમાં રિઝલ્‍ટ જાહેર કરે એવી શક્‍યતા છે.

અયોધ્‍યાના આકાશમાં ૫૦૦ ડ્રોનની મદદથી ભવ્‍ય એરિયલ-શો કરવામાં આવશે જેમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજીની વીર મુદ્રાનાં લોકો દિવ્‍ય દર્શન કરી શકશે. ૧૫ મિનિટ ચાલનારા આ શો દરમ્‍યાન અયોધ્‍યાના આકાશમાં રાવણવધ, પુષ્‍પક વિમાન, દીપોત્‍સવ સહિત રામમંદિર બતાવવામાં આવશે.

આજે મુખ્‍ય પ્રધાનની હાજરીમાં જ મહાઆરતીનો પણ રેકાઙ્ઘર્ડ થવાનો છે. સાંજે સરયૂ નદીના કિનારે આરતીમાં ૧૧૦૦ બાળકો, ૧૫૭ સંત હાજર રહેશે. તમામ બાળકો એક જ વેશભૂષામાં હશે. ૧૫ મિનિટ ચાલનારી આ આરતીમાં એકસાથે આટલાં બાળકો હોવાં એ એક રેકોર્ડ જ ગણાશે.

આ દિવાળી ઐતિહાસિક છે. ૫૦૦ વર્ષ બાદ એવો અવસર આવ્‍યો છે જયારે અયોધ્‍યામાં રામલલાના મંદિરમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવશે. આ એક અદભુત ઉત્‍સવ હશે. આ એવી દિવાળી છે જયારે આપણા રામ ફરી એક વાર પોતાના ઘરે આવ્‍યા છે. આ ઇન્‍તેજાર ૫૦૦ વર્ષ બાદ પૂરો થયો છે.

(9:50 AM IST)