<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

હાય..હાય... BMW કારમાં આવેલી મહિલા ફૂલનું કૂંડું ચોરીને જતી રહી

નોએડામાં ચોરીની ગજબની ઘટના બની

નવી દિલ્‍હી,તા. ૩૦: નોએડામાં ચોરીની ગજબની ઘટના બની હતી. સેક્‍ટર-૧૮માં BMW કાર એક દુકાન પાસે ઊભી રહી. એમાંથી એક મહિલા ઊતરી અને દુકાનની બહાર ગોઠવેલાં કૂંડાં પાસે ઊભી રહી ગઈ. થોડી વાર આમતેમ જોયું અને તક મળી કે તરત તેણે ફૂલનું એક કૂંડું ઉઠાવીને કારમાં મૂકી દીધું અને ત્‍યાંથી ચાલી ગઈ. ૨૫ ઓક્‍ટોબરે આ ચોરી થઈ હતી અને દુકાનના CCTV કેમેરામાં ઘટના કેદ થઈ હતી. જોકે હજી સુધી આ મુદ્દે કોઈ પોલીસ-ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે કારના નંબરના આધારે મહિલા સુધી પહોંચવાનો પ્રયત્‍ન કર્યો છે.

(9:51 AM IST)