<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

મેઘાલયમાં મહિલાઓ કરી શકે છે મનફાવે તેટલા લગ્નઃ એક સાથે રાખે છે કેટલાય પતિ

એક મહિલા કેટલાય પુરુષો સાથે લગ્ન કરી શકે છે. આ પુરૂષોને ‘હૂ' કહેવાય છે. તમામ ‘હૂ' એક જ ઘરમાં રહે છે અને તે તમામ મળીને પરિવારનું પાલન પોષણ કરે છે

નવી દિલ્‍હી,તા. ૩૦: ભારતના ઉત્તર પૂર્વી રાજય મેઘાલયમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. જયાં મહિલાઓ એકથી વધારે પુરુષો સાથે લગ્ન કરી શકે છે. આ પરંપરા ખાસ કરીને જનજાતિમાં પ્રચલિત છે. ખાસી જનજાતિની મહિલાઓને ‘કહ' કહેવાય છે. ‘કહ' શબ્‍દનો અર્થ થાય છે માટી. આ શબ્‍દ મહિલાઓના મહત્‍વને દર્શાવે છે. ખાસી સમાજમાં મહિલાઓને ખૂબ જ સન્‍માન આપવામાં આવે છે અને તે પરિવારની વડા હોય છે.

ભારતના ઉત્તર પૂર્વી રાજય મેઘાલયમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. જયાં મહિલાઓ એકથી વધારે પુરુષો સાથે લગ્ન કરી શકે છે. આ પરંપરા ખાસ કરીને જનજાતિમાં પ્રચલિત છે.

 ખાસી જનજાતિની મહિલાઓને ‘કહ' કહેવાય છે. ‘કહ' શબ્‍દનો અર્થ થાય છે માટી. આ શબ્‍દ મહિલાઓના મહત્‍વને દર્શાવે છે. ખાસી સમાજમાં મહિલાઓને ખૂબ જ સન્‍માન આપવામાં આવે છે અને તે પરિવારની વડા હોય છે.

ખાસી સમાજમાં બહુપત્‍નીત્‍વની પરંપરાને ‘લે સ્‍લા' કહેવાય છે. આ પરંપરા અનુસાર, એક મહિલા કેટલાય પુરુષો સાથે લગ્ન કરી શકે છે. આ પુરુષોને ‘હૂ' કહેવાય છે. તમામ ‘હૂ' એક જ ઘરમાં રહે છે અને તે તમામ મળીને પરિવારનું પાલન પોષણ કરે છે.

ખાસી સમાજમાં બહુપત્‍નીત્‍વની પાછળ કેટલાય કારણો છે. આ પરંપરા દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્‍વતંત્ર થવા અને સમાજમાં એક મજબૂત સ્‍થિતિ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે. સાથે જ ખાસી સમાજમાં જમીનનું વિભાજન મહિલાઓના નામ પર થાય છે. બહુપત્‍નીત્‍વ દ્વારા જમીનને કેટલાય લોકોમાં વહેંચી શકાય છે. તો વળી જો કોઈ ‘હૂ'નું મોત થઈ જાય તો મહિલા પાસે અન્‍ય ‘હૂ' હોય છે, જે તેનું અને તેના બાળકોનું ધ્‍યાન રાખે છે.

(9:52 AM IST)