News of Wednesday, 30th October 2024
શ્વાનને બાઇક સાથે બાંધીને મરે નહીં ત્યાં સુધી ઢસડયું
માણસ ઘણી વાર બહુ સરળતાથી માણસાઈ ચૂકી જાય છે : ઇન્દરગઢમાં બે યુવાને એક ડોગને અમાનવીય રીતે મારી નાખ્યો હતો

કનૌજ,તા. ૩૦: ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લામાં બનેલી એક ઘટનાથી ખબર પડી કે માણસ ઘણી વાર બહુ સરળતાથી માણસાઈ ચૂકી જાય છે. ઇન્દરગઢમાં બે યુવાને એક ડોગને અમાનવીય રીતે મારી નાખ્યો હતો. આ બન્ને યુવાન બાઇક પર નીકળ્યા હતા. તેમણે કૂતરાના પગ સાથે એક દોરી બાંધી હતી અને એનો છેડો બાઇક સાથે બાંધ્યો હતો. એ પછી કેટલાંય કિલોમીટર સુધી બાઇક ચલાવીને કૂતરાને ઢસડ્યો હતો. કૂતરું જીવ બચાવવા તરફડતું રહ્યું પણ પેલા યુવકોએ બાઇક ન ઊભી રાખી. છેવટે ગંભીર ઈજાને કારણે કૂતરાનું મૃત્યુ થયું હતું. એ પછી મૃત કૂતરાને એક ઝાડ પાસે ફેંકીને બન્ને જતા રહ્યા હતા. આ ઘટનાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરાનાં ફુટેજનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. એ વિડિયોના આધારે પોલીસે બન્ને યુવકોને શોધી રહી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
