News of Wednesday, 30th October 2024
૪૦૦ ટાયરવાળો નીકળેલો આ ટ્રક દરરોજ ખાલી ૧૫ કિમી ચાલે છે
ગુજરાતથી જાય છે પાનીપત : ટ્રક સાથે ૨૦૦ લોકોની ટીમ કામ કરે છે, જેમાં અલગ અલગ કામ કરનારા કર્મચારી હોય છે. સાથે જ પુલર ટ્રક હોય છે, જેમાં પ્રાઈવેટ પાર્ટ ૪-૫ કર્મચારી કામ કરે છે, જેમાં ડ્રાઈવર અને હેલ્પર હોય છે

કૈથલ, તા.૩૦: ૪૦૦ ટાયરવાળો ટ્રક. આ ટ્રક પોતાની જાતમાં એક અજાયબી છે. તેને ચલાવવો કંઈ ખાઈ લેવાના ખેલ નથી. તેના પર બોયલર લાગેલા છે. ઓક્ટોબર ૨૦૨૩માં કંડલા બંદરથી આ ટ્રક નીકળ્યો હતો, જે હજુ રસ્તામાં જ છે. તે પોતાની મંજિલ પાનીપત રિફાઇનરી પહોંચવાનો છે. તેના સુપરવાઈઝર શંકરે જણાવ્યું કે, ઙ્કગુજરાતના સુરતમાં આ બોયલર બનાવ્યા, જે બાદ દરિયાઈ માર્ગે કંડલા પોર્ટ સુધી પહોંચ્યા અને ત્યાર બાદ આ ૨ મોટા ૪૦૦-૪૦૦ ટાયરવાળા ટ્રકમાં લોડ કરીને તેને રોડ માર્ગે પાનીપત પહોંચાડવાના છે.
સુપરવાઈઝર શંકરે જણાવ્યું કે, ઙ્કઆ વિશાળકાય ટ્રકમાં ૪૦૦ ટાયર લાગેલા છે અને બોયલર સહિત તેનો વજન લગભગ ૮૦૦ ટન છે. તેને સમતળ રસ્તા પર ટ્રેન પુલર ખેંચે છે અને જો કોઈ પુલ અથવા કોઈ ચઢાણવાળો રસ્તો પાર કરવાનો હોય તો તેમાં ૪-૫ પુલર લગાવવામાં આવે છે. એક પુલર ૫૦૦ હોર્સ પાવરથી વધારેનું જોર લગાવે છે, તે હિસાબે લગભગ ૧૫૦૦થી ૨ હજાર ઘોડાની તાકાત લગાવીને આ ટ્રક ખેંચવામાં આવે છે. લગભગ ૧૩-૧૫ મહિના બાદ આ ટ્રક પોતાના ગંતવ્ય સુધી પહોંચશે.
શંકરે જણાવ્યું કે, ટ્રકના રસ્તામાં પહેલા ૧૫-૨૦ કિમી સુધી રસ્તો સાફ કરવામાં આવે છે. તેમાં વીજળીના તાર કે અન્ય કોઈ અડચણ હોય તો તેને ધ્યાનમાં રાખી પ્લાનિંગ બનાવવામાં આવે છે. તેના માટે એક સ્પેશિયલ ટીમ કામ કરે છે, જે અમે વીજળી, ઈરીગેશન તથા રેલવે વગેરે વિભાગમાંથી પરમિશન લઈને પોતાનું કામ શરૂ કરી દે છે. આ ટીમ રસ્તાને ખાલી કરાવે છે. ટ્રકથી ચાલવાને લઈને પહોંચવા સુધી તે ઓવરઓલ પરમિશન કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવે છે અને તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી તે ગંતવ્ય સુધી પહોંચે છે.
ટ્રક સાથે ૨૦૦ લોકોની ટીમ કામ કરે છે, જેમાં અલગ અલગ કામ કરનારા કર્મચારી હોય છે. સાથે જ પુલર ટ્રક હોય છે, જેમાં પ્રાઈવેટ પાર્ટ ૪-૫ કર્મચારી કામ કરે છે, જેમાં ડ્રાઈવર અને હેલ્પર હોય છે. આ ઉપરાંત અન્ય સ્ટાફ હોય છે, જે આગળ રસ્તા ખાલી કરવા, પરમિશન લેવી તથા પુલ બનાવવાનું કામ કરે છે. જેટલા પણ પુલર ટ્રક છે, તેના પર એક સ્પેસ બનાવવામાં આવે છે, જ્યાં આ તમામ કર્મચારીઓ ખાવાનું બનાવે છે અને સાથે જ રહેવા માટે ફ્રી સ્પેસ બનાવી છે.
જો રસ્તામાં કોઈ અવરોધ ન આવે તો ટ્રક એક દિવસમાં ૧૫-૨૦ કિમી ચાલે છે. અત્યાર સુધીની મુસાફરીમાં ૨૦૦ની આસપાસ ટાયર બદલવા પડ્યા છે. ટેક્રિકલ સપોર્ટ ટીમ પણ સાથે ચાલે છે. જે તમામ ટેક્રિકલી ખામીને જુએ છે. હાલમાં હરિયાણાના સિરસામાં તેને પસાર કરવા માટે એક વિશાળ પુલ બનાવી રહ્યા છે. જે લગભગ ૧૫-૨૦ દિવસમાં તૈયાર થઈ જશે, જેની કેપેસિટી ૧૫૦૦ ટન વજન પસાર કરવાની હશે, અહીં જો એક ટ્રક વજનની વાત કરીએ તો, ૮૦૦ ટન વજનવાળો આ ટ્રક પુલ પરથી પસાર થશે.
નેશનલ હાઈવેની બાજુમાં બની રહેલા આ પુલને લોખંડથી બનાવવામાં આવી રહ્યો છે. પુલને બનાવવામાં ત્રણ દિવસ થઈ ગયા છે. જેમાં તમામ પ્રકારની સિકયોરિટી ચેક કરવામાં આવી રહી છે. એકદમ ખરાઈ કર્યા બાદ વિશાળકાય ટ્રકને પસાર કરવામાં આવશે. આ અગાઉ નરવાના રેલવે ફાટક ઉપરથી પસાર થતી વીજ લાઈન અને અન્ય અવરોધોને પાર કરતા ટ્રક અહીં સુધી પહોંચ્યો છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
