News of Wednesday, 30th October 2024
સોનુ ૮ર,૧૦૦ રૂા.ની નવી ટોચે ચાંદીમાં પણ ર૦૦૦ રૂા.નો ઉછાળો
સોનામાં આજે ૬૦૦ રૂા. વધ્યાઃ ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ વધીને ૧,૦૧,૦૦૦રૂા.ની સપાટીએ

રાજકોટ, તા., ૩૦: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજીને પગલે રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે સોનામાં વધુ ૬૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ ૮ર,૧૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી સર કરી છે. સોનાની સાથે ચાંદીમાં પણ ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૬૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૮૧,પ૦૦ રૂા. હતા તે વધીને આજે ૮ર,૧૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૬૦૦૦ રૂા. વધ્યા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૮,૧પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૮,ર૧,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા. નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦૧,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. ચાંદીના ભાવ ૧,૦૧,૦૦૦ રૂા.ની નવી ટોચે પહોંચ્યા બાદ ભાવો ફરી ઘટયા હતા અને આજે ફરી ચાંદીના ભાવમાં ઉછાળો થયો હતો.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
