News of Wednesday, 30th October 2024
બકરી ઇદ ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકતા ? બકરાની કુરબાની અપાય છે : દિવાળીએ ફટાકડા ઉપર મનાઇ કેમ ?
હિન્દુઓના તહેવારો મામલે બેવડા ધોરણો બંધ કરો : બાબા

નવી દિલ્હી. દિવાળીના અવસર પર ફટાકડા ફોડવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે પર્યાવરણના દૃષ્ટિકોણથી આ સાચું છે, પરંતુ ઘણા એવું પણ માને છે કે આ સનાતન વિરુદ્ધનું ષડયંત્ર છે. હવે આ ચર્ચામાં બાબા બાગેશ્વર પણ કૂદી પડ્યા છે. તેમણે ફટાકડા પર પ્રતિબંધ પર નારાજગી વ્યક્ત કરી અને લોકોના બેવડા વલણ પર નિશાન સાધ્યું. બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાષાીએ તેને ષડયંત્ર ગણાવ્યું હતું. ફટાકડા પર પ્રતિબંધની હિમાયત કરનારાઓ પર પ્રહાર કરતાં તેમણે પૂછયું કે આવા લોકો બકરીદ પર પ્રતિબંધ કેમ લાદતા નથી, જ્યારે તે સમયે બકરાની બલિ આપવામાં આવે છે.
અનેક જગ્યાએ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ વધે છે તેમ કહીને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાબા ધીરેન્દ્ર શાષાીએ કહ્યું કે, દર વખતે એવું બને છે કે દિવાળી પહેલા પ્રદૂષણને કારણે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે, જ્યારે અન્ય તહેવારોમાં આવું થતું નથી. હોળીની ટીકા પણ થાય છે અને કહેવાય છે કે તેમાં પાણીનો બગાડ થાય છે. આ રીતે હિન્દુ તહેવારોને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ ષડયંત્ર બંધ થવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં પ્રદૂષણને કારણે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હી અને ફઘ્ય્માં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સ્તર ૩૫૦ને વટાવી ગયું છે, જે ‘ગંભીર' શ્રેણીમાં આવે છે. આ કારણોસર દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ફટાકડા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
મિઝોરમમાં પણ સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મિઝોરમના ગળહ પ્રધાન કે. સપદંગાએ ૨૮ ઓક્ટોબરના રોજ કહ્યું હતું કે ફટાકડાના પરિવહન અને ફટાકડા ફોડવામાં સામેલ લોકો સામે સરકાર કડક કાર્યવાહી કરશે. ભૂતકાળમાં પણ મિઝોરમે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર ફટાકડા સહિત અન્ય ફટાકડાની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકયો હતો.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
