<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

૧૨ નવે.થી લગ્નની નવી સિઝન : આ વર્ષે ૭૬ મૂહૂર્ત

દીપોત્‍સવી પર્વની ઉજવણી બાદ દેવઊઠી એકાદશીએ તુલસી વિવાહ સાથે લગ્‍મુહૂર્ત શરૂ થશે મે માસમાં સૌથી વધુ ૧૬ અને ફેબ્રુઆરીમાં ૧૫ મુહૂર્ત, જુલાઈમાં એકેય મુહૂર્ત નહીં

મુંબઇ, તા.૩૦: સોમવારે રમા એકાદશી, વાઘ બારસની રંગારંગ ઉજવલી સાથે જ દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઈ છે. શહેરમાં ધાર્મિક પરંપરા પ્રમાણે પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં પૂજા, મહાઆરતી સાથે ધાર્મિક અનુષ્ઠાન શરૂ થયા છે. જ્‍યારે રાત્રીએ ફટાકડાના ધૂમધડાકાથી વાતાવરણ ગૂંજી રહ્યું છે. એવામાં હવે આગામી ૧૨ નવેમ્‍બરથી લગ્નસરાની નવી સિઝન શરૂ થવાની હોય લગ્નની શહેનાઈઓ ગૂંજશે. ચાલુ વર્ષે દેવઉઠી એકાદશીએ તુલસી વિવાહ સાથે જ લગ્નના મુહુર્ત શરૂ થશે. દરમિયાન મે માસમાં સૌથી વધારે ૧૬ અને ફેબ્રુઆરીમાં ૧૫ મુહર્ત છે. લગ્નસરાની નવી સિઝનમાં ૭૬ મુહર્ત હોય વર અને કન્‍યા પક્ષ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

 નવેમ્‍બરમાં ૯ અને ડિસેમ્‍બરમાં ૧૧ લગ્નમુહૂર્ત રહેશે

જ્‍યોતિષના જણાવ્‍યા મુજબ. ૧૨ નવેમ્‍બરના રોજ લગ્નસરાની સિઝન શરૂ થયા બાદ નવેમ્‍બર માસમાં ૯ મુહુર્ત રહેશે. તેમાં ૧૨, ૧૩. ૧૬. ૧૭. ૧૮. ૨૨. ૨૩, ૨૫, ૨૭ નવેમ્‍બરના રોજ મુહુર્ત રહેશે. જ્‍યારે ડિસેમ્‍બર માસમાં ૧૧ મુહૂર્ત છે. ડિસેમ્‍બરમાં ૨, ૩. ૪, પ. ૬. ૭. ૧૦.૧૧. ૧૨, ૧૪. ૧૫ ડિસેમ્‍બરના રોજ મુહુર્ત છે. ત્‍યારબાદ કમુરતાને કારણે એક મહિનો લગ્નસરાને વિરામ રહેશે. ત્‍યાર બાદ જાન્‍યુઆરીમાં ફરીવાર લગ્નો શરૂ થશે. જાન્‍યુઆરી માસમાં ૮, ફેબ્રુઆરીમાં ૧૫, માર્ચ માસમાં ર, એપ્રિલમાં ૯. મે માસમાં ૧૬ અને જૂન માસમાં ૬ મુહર્ત રહેશે. આ વર્ષે ૭૬ જેટલા મુહર્ત હોય સામાન્‍ય કરતાં વધુ મુહર્ત સાથે લગ્નકાર્યાની ધ્રુમ જોવા મળશે

હિન્‍દુ શાષાોમાં ચાર મહિના વેળાએ જ હિન્‍દુ સમુદાયના મોટા અને મહત્ત્વના પર્વોની વણઝાર જોવા મળે છે. શ્રાવણ માસ, ગણેશોત્‍સવ, નવરાત્રી, રક્ષાબંધન, જન્‍માષ્ટમી, દિવાળીની ભવ્‍ય અને રંગારંગ ઉજવણી આ ચાતુર્માસ વેળાએ જ થાય છે. જેમાં હવે ૧૨ નવેમ્‍બરના રોજ દેવઊઠી એકાદશી સાથે જ લગ્નસરાની નવી સિઝન શરૂ થશે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, ૨ નવેમ્‍બરના રોજ નૂતન વર્ષ, ૩ નવેમ્‍બરના રોજ ભાઈબીજ બાદ ૬ નવેમ્‍બર સુધી લાભ પાંચમ સુધી દિવાળીના મુખ્‍ય તહેવારો, પર્વની રોનક દેખાશે. ૧૫ નવેમ્‍બરે દેવદિવાળીની ઉજવણી થશે. તે પહેલા ૧૨ નવેમ્‍બરના રોજ દેવઊઠી એકાદશી, પ્રબોધિની એકાદશી ઉજવાશે. જોકે, લગ્નસરાની નવી સિઝનની શરૂઆત દેવઊઠી એકાદશીથી જ થઈ જશે. કેટલાક વિચિત્ર સંયોગોમાં મુહૂર્ત ન હોવાથી દેવઊઠી એકાદશીના ૧૦ દિવસ, પખવાડિયા પછી પણ લગ્નસરાની સિઝન શરૂ થતી નથી. ચાલુ વર્ષે ૧ર નવેમ્‍બરથી જ મુહૂર્ત શરૂ થઇ જશે. ચાલુ વર્ષે ૭૬ જેટલા મુહૂર્ત હોવાની સાથે જ લગ્નોની ભરમાર સર્જાશે. વર અને કન્‍યા પક્ષ દ્વારા સારા મુહૂર્તમાં લગ્નો લઇને હમણાંથી જ આયોજન શરૂ થઇ ગયા છે. ૧૨ નવેમ્‍બરથી જ લગ્ન મુહૂર્ત હોય દેવદિવાળી પહેલાથી જ લગ્નસરાની રોનક દેખાશે. લગ્નસરાના દિવસોમાં પણ ધનારક, મીનારક, હોળાષ્ટક, ગુરુ-શુક્રનો અસ્‍ત જેવા સંયોગોમાં લગ્ન લેવાતા નથી. આ સ્‍થિતિમાં આ વર્ષે ૭૬ મુહૂર્ત હોય જૂન માસ સુધી લગ્નસરાની સિઝન રહેશે. જુલાઇ માસમાં દેવપોઢી એકાદશી સાથે ફરીવાર ચાતુર્માસનો આરંભ થઇ જશે.(૨૩.૧૮)

(2:45 PM IST)