News of Wednesday, 30th October 2024
ચીને ૩ અંતરિક્ષયાત્રીઓને સ્પેસ સ્ટેશન મોકલ્યા
ચીને તેનું સ્પેસ મિશન શેનઝોઉ-૧૯ લોન્ચ કર્યુ, મિશનમાં ચીનની પ્રથમ મહિલા સ્પેસ એન્જિનિયર પણ સામેલ

બીજિંગ, ૩૦ : ચીને અંતરિક્ષ ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે. ચીને તેનું સ્પેસ મિશન શેનઝોઉ-૧૯ લોન્ચ કર્યું છે. આ મિશન એટલા માટે પણ ખાસ છે કારણ કે આ મિશનમાં ચીનની પ્રથમ મહિલા સ્પેસ એન્જિનિયરે ઉડાન ભરી છે. આ મિશન હેઠળ ચીનના ત્રણ અંતરીક્ષયાત્રીઓ છ મહિનાના મિશન પર તિયાંગોંગ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા છે. તિઆંગોંગ ટીમ સ્પેસ પ્રોગ્રામ હેઠળ પ્રયોગો હાથ ધરશે, જેનો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં ચંદ્ર પર અંતરીક્ષયાત્રીઓને મોકલવાનો અને ત્યાં બેઝ બનાવવાનો છે.
ચાઇના માનવયુક્ત સ્પેસ એજન્સી (સીએમએસએ)એ જણાવ્યું હતું કે, ઉત્તર-પ?મિ ચીનના જિઉક્વાન સેટેલાઇટ લૉન્ચ સેન્ટરથી સવારે ૪:૨૭ વાગ્યે (બેઇજિંગ સમય) મિશન ઉપડ્યું હતું. મિશનના પ્રક્ષેપણના ૧૦ મિનિટ પછી, શેનઝોઉ-૧૯ અંતરીક્ષયાન રોકેટથી અલગ થઈ ગયું અને તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. ઘ્પ્લ્ખ્એ કહ્યું કે, તમામ અંતરીક્ષયાત્રીઓ એકદમ સ્વસ્થ છે અને પ્રક્ષેપણ સંપૂર્ણ રીતે સફળ રમશનમાં કોણ સામેલ છે?
નાઝોઉ-૧૯ ક્રૂમાં મિશન કમાન્ડર કાઈ ઝુઝે, અંતરીક્ષયાત્રી સોંગ લિંગડોંગ અને વાંગ હાઓઝનો સમાવેશ થાય છે. વાંગ હાઓઝે ચીનની એકમાત્ર મહિલા સ્પેસ ફ્લાઈટ એન્જિનિયર છે. ર્ઘ્ીશ હ્યફૂદ્યત્ર્ફૂ એક અનુભવી અંતરીક્ષયાત્રી છે, આ પહેલા તેમણે વર્ષ ૨૦૨૨માં શેનઝોઉ-૧૪ મિશનમાંઅંતરીક્ષની યાત્રા પણ કરી હતી. ચીનના અંતરીક્ષયાત્રીઓની ત્રીજી બેચનો ભાગ સોંગ અને વાંગ પ્રથમ વખત અંતરીક્ષમાં પગ મુકવા જઈ રહ્યા છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
