News of Wednesday, 30th October 2024
કેનેડાએ અમેરિકન મીડિયાને નિજ્જર કેસ સંબંધિત માહિતી લીક કરી
ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકારે સ્વીકાર્યુ

ચંદીગઢ, તા.૩૦ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે લોરેન્સ બિશ્નોઈ ઈન્ટરવ્યુ કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દાખલ કરવામાં આવેલા કેન્સલેશન રિપોર્ટ સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. ઘણા દિવસો પછી, હાઇકોર્ટની ડિવિઝન બેંચે નિર્દેશ આપ્યો કે, આ કેસની તપાસ માટે નવી SITની રચના કરવામાં આવે. ગુનાહિત કાવતરું, ઉશ્કેરણી, બનાવટ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને માહિતી પ્રૌદ્યોગિકી કાયદા હેઠળ કેસની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જસ્ટિસ અનુપિન્દર સિંહ ગ્રેવાલ અને જસ્ટિસ લુપિતા બેનરજીની ડિવિઝન બેંચે ભારપૂર્વક કહ્યું હતું કે, CrPCની કલમ ૧૭૩ હેઠળ દાખલ કરાયેલા રિપોર્ટને જોતાં એવું લાગે છે કે આ કેસમાં પોલીસ અધિકારીઓ અને ગુનેગાર વચ્ચે સાંઠગાંઠ છે.
ખંડપીઠે તેને ગુનો ગણાવતા કહ્યું કે, પોલીસ અધિકારીઓએ આરોપીને જેલમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ઈન્ટરવ્યુ માટે જેલમાં સ્ટુડિયો જેવી સુવિધા આપી. આ ગુનાની પ્રશંસા કરે છે. તેના સાગરિતો દ્વારા જબરદસ્તી વસૂલી સહિતના અન્ય ગુનાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કરવામાં આવ્યું હતું. બેન્ચે કહ્યું કે, ૅપોલીસ અધિકારીઓની સંડોવણી ગુનેગાર અથવા તેના સહયોગીઓ પાસેથી ગેરકાયદેસર લાંચ લેવાનો સંકેત આપે છે. આ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો બને છે. તેથી આ મામલે વધુ તપાસની જરૂર છે.
કોર્ટે DGP દ્વારા આપવામાં આવેલા અગાઉના નિવેદન માટે પણ સ્પષ્ટતા માંગી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેલમાં કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો નથી. બેંચે કહ્યું હતું કે, રાજ્યને એ પણ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે કે શું બિ‘ોઈને ત્યાં રાખવા માટે વારંવાર રિમાન્ડ માટે આ એક જ સ્ટેશન પર રાખવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવતો હતો અથવા તે ફક્ત તપાસ માટે જરૂરી હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા DGPએ પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું હતું કે, પંજાબની કોઈપણ જેલમાં કોઈ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો નથી. ઇન્ટરવ્યુ CIA સ્ટાફ, ખરડ, એસએએસ નગર જિલ્લાના પરિસરમાં લેવામાં આવ્યો હતો. કોર્ટને એવું લાગે છે કે, પોલીસ અધિકારીઓની મિલીભગતથી આ આયોજન કરવામાં આવ્યું હતું.(૯.૩૧)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
