<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ધીમી ગતિએ વધતા વૃક્ષો લાંબુ જીવે છે, વધારે કાર્બન ડાયોકસાઇડ શોષે છે

જે જંગલોમાં વૃક્ષોની વધારે પ્રજાપતિઓ હોય ત્‍યાં વધારે શોષાય છે કાર્બન ડાયોકસાઇડ

નવી દિલ્‍હી તા. ૩૦: વિવિધ પ્રજાતિઓના વૃક્ષો વાળા જંગલોમાં કાર્બન શોષવાની ક્ષમતા વધારે હોય છે, કેમકે આ જંગલોમાં વૃક્ષોનું જૈવ વૈવિધ્‍ય વધારે હોય છે. વૃક્ષોની પ્રજાતિઓનું યોગ્‍ય મિશ્રણ પસંદ કરીને વધારેમાં વધારે કાર્બન શોષી શકાય છે. તેનાથી જળવાયું પરિવર્તનને ઘટાડવામાં મદદ મળી શકે છે.

એક નવા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે જે વૃક્ષો ઝડપથી વધે છે અને ઝડપથી કાર્બન શોષે છે તે નાના હોય છે અને તેનો જીવનકાળ ઓછો હોય છે. આ કારણથી કાર્બનનું શોષણ ઓછું થાય છે અને તે વાયુ મંડળમાં ઝડપથી પરત ફરે છે. જયારે ધીમી ગતિએ વધતી વૃક્ષોની પ્રજાતિઓ લાંબા સમય સુધી જીવિત રહે છે અને ઉંચી વધે છે, જેમાં વાયુ મંડળમાંથી વધારે કાબર્શ્રન શોષવાની ક્ષમતા હોય છે.

પરિપકવ વનોમાં બહુ વધારે બાયો માસ હોય છે એટલે તેઓ યુવા વનોની સરખામણીમાં વધારે કાર્બન શોષે છે. આ વનોના યુવા વૃક્ષો વધવા માટે કાર્બનનો ઉપયોગ કરે છે એટલે તેઓ વધારે કાર્બન શોષે છે જેને તેઓ પોતાના થડ, પાંદડા અને ડાળીઓમાં બદલી નાખે છે. (૭.૩ર)

(4:01 PM IST)