News of Wednesday, 30th October 2024
યુઝર્સને મોકલવામાં આવેલા તમામ કોમર્શિયલ મેસેજને ટ્રેસ કરવાના હતા જેથી યુઝર્સને મેસેજમાં કોઈપણ પ્રકારની ફિશિંગ લિંક ન મળે : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ ઓપરેટરોને એક મહિનાનો સમય આપીને રાહત આપી
બેંકો તેમજ ટેલીમાર્કેટિંગ કંપનીઓ અને વ્યવસાયો હાલમાં આ માટે તૈયાર નથી તેણે આ માટે ટ્રાઈ (TRAI)પાસે વધુ સમય માંગ્યો હોવાથી મુદત લંબાવાઈ

નવી દિલ્હી તા.૩૦ : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ ઓપરેટરોને એક મહિનાનો સમય આપીને રાહત આપી છે. રિપોર્ટ્સ અનુસાર ટેલિકોમ કંપનીઓએ 1 નવેમ્બરથી યુઝર્સને મોકલવામાં આવેલા તમામ કોમર્શિયલ મેસેજને ટ્રેસ કરવાના હતા જેથી યુઝર્સને મેસેજમાં કોઈપણ પ્રકારની ફિશિંગ લિંક ન મળે. આમાં વન-ટાઇમ પાસવર્ડ (OTP) પણ સામેલ છે. પરંતુ હવે એવા સમાચાર છે કે, TRAI આ માટે ટેલિકોમ કંપનીઓને વધુ એક મહિનાનો સમય આપી શકે છે. સ્પામ અને ફિશિંગ જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે સરકારે આ પગલું ભર્યું છે
1 ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો
TRAI દ્વારા જારી કરવામાં આવેલી નવી ડેડલાઈન મુજબ જો સંદેશાઓ ટ્રેસેબિલિટી મેન્ડેટ દ્વારા કન્ફર્મ નહીં થાય તો તેને 1 ડિસેમ્બરથી બ્લોક કરી દેવામાં આવશે. અગાઉ આ સમયમર્યાદા 1 નવેમ્બરની હતી. દેશના મોટા ટેલિકોમ ઓપરેટરો-એરટેલ, વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિયો એ ટ્રેસીબિલિટી નિયમોનું પાલન ન કરતા સંદેશાઓને અવરોધિત કરવાને કારણે વપરાશકર્તાઓ દ્વારા સામનો કરવામાં આવતી સંભવિત સમસ્યાઓ વિશે TRAI સમક્ષ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, બેંકો તેમજ ટેલીમાર્કેટિંગ કંપનીઓ અને વ્યવસાયો હાલમાં આ માટે તૈયાર નથી. તેણે આ માટે ટ્રાઈ (TRAI)પાસે વધુ સમય માંગ્યો છે.
ટેલિકોમ કંપનીઓ દરરોજ ચેતવણી આપશે
Airtel, Vodafone-Idea અને Reliance Jio પણ દરરોજ આ અંગે ચેતવણી જાહેર કરી રહ્યા છે. આ સમસ્યાઓને ઘટાડવા માટે ટ્રાઈ (TRAI) એ કંપનીઓને તબક્કાવાર અમલીકરણ પ્રક્રિયા કરવાની મંજૂરી આપી છે. હવે ટેલિકોમ કંપનીઓ બેંકો, ટેલીમાર્કેટિંગ કંપનીઓ અને અન્ય વ્યવસાયોને 30 નવેમ્બર સુધી દૈનિક ચેતવણીઓ આપશે. આ પછી TRAIના નવા નિયમોનું પાલન ન કરનારા સંદેશાઓ પર 1 ડિસેમ્બરથી પ્રતિબંધ મૂકવામાં આવશે.
1 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો આ નિયમ
સ્પામ લિંક્સ ધરાવતા સંદેશાઓ પર પ્રતિબંધ મૂકતો આ નિયમ અગાઉ 1 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો. બાદમાં સમયમર્યાદા વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી. હવે ટ્રાઈ (TRAI)એ કંપનીઓને વધુ એક મહિનાનો સમય આપ્યો છે. ટ્રાઈ (TRAI) એ બીજી વખત આ માટે કંપનીઓને સમય આપ્યો છે. અગાઉ વ્હાઇટ લિસ્ટમાં URL અને OTT લિંક્સ ધરાવતા સંદેશાઓ ઉમેરવાની સમયમર્યાદા ઓક્ટોબર 1 થી નવેમ્બર 1 સુધી લંબાવવામાં આવી હતી. ટેલિકોમ સેક્ટરમાં સ્પામ અટકાવવા અને વપરાશકર્તાઓની સુરક્ષા વધારવા માટે TRAI એકમોને બ્લેકલિસ્ટ કરી રહ્યું છે મોબાઇલ નંબરોને ડિસ્કનેક્ટ કરી રહ્યું છે અને કડક દેખરેખ માટે બ્લોકચેન-આધારિત પ્લેટફોર્મ પર ટેલિમાર્કેટિંગ કૉલ્સ ટ્રાન્સફર કરી રહ્યું છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
