<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ભારતમાથી ટીબીને આવતા વર્ષ સુધી ખતમ કરવાનું લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું જોકે તેના દર્દી દર વર્ષે વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત

2023માં ભારતમાં 25.37 લાખ ટીબીના કેસ નોંધવામાં આવ્યા છે. તેના પહેલા 2022માં લગભગ 24.22 લાખ લોકોમાં આ બીમારીની જાણકારી મળી : મોટાભાગના કેસમાં સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા રિપોર્ટ કરાયા

નવી દિલ્હી તા.૩૦ :' ભારત વર્ષ 2025 સુધી ટીબી રોગને નાબૂત કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. જોકે તે એટલું સરળ નથી. તેના દર્દી દર વર્ષે વધતા જઈ રહ્યા છે. જોકે આંકડા ચોંકાવનારા છે.

પોલિયો પર ભારતની વિજયે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ કર્યું. આ ક્રમમાં હવે ભારત વર્ષ 2025 સુધી ટીબી રોગને નાબૂદ કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. જોકે તે એટલું સરળ નથી. તેના દર્દી દર વર્ષે વધતા જઈ રહ્યા છે. જોકે આંકડા ચોંકાવનારા છે. 

ફેફસામાં થતા આ ગંભીર સંક્રમણથી દર વર્ષે દુનિયાભરમાં લાખો લોકો પ્રભાવિત થાય છે. ભારતના માટે આ બીમારી ચિંતાનું કારણ બની ગઈ છે. ભારતથી ટીબીને આવતા વર્ષ સુધી ખતમ કરવાનું લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું જોકે તેના દર્દી દર વર્ષે વધી રહ્યા છે. 

આંકડા અનુસાર વર્ષ 2023માં ભારતમાં 25.37 લાખ ટીબીના કેસ નોંધવામાં આવ્યા છે. તેના પહેલા 2022માં લગભગ 24.22 લાખ લોકોમાં આ બીમારીની જાણકારી મળી હતી. મોટાભાગના કેસમાં સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યા. 

ખાનગી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કેસોની સારવાર કરવામાં આવી છે. આટલું જ નહીં સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે મોટી સંખ્યામાં એવા પણ લોકો હોય છે જેમને આ બીમારી તો છે પરંતુ તેની સારવાર નથી કરી જેનાથી સંક્રમણ વધારે ખતરનાક થાય છે. 

દુનિયાભરમાં વધી રહ્યા છે ટીબીના કેસ 

ટીબીના દર્દી દુનિયાભરમાં જોવા મળી રહ્યા છે. WHOએ એેક રિપોર્ટમાં જણાવ્યું કે વર્ષ 2023માં દુનિયાભરમાં 8 મિલિયનથી વધારે લોકોમાં ટીબીની જાણકારી મળી. આ સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી દ્વારા 1995માં ટ્રેક કરવાનું શરૂ કર્યા બાદ દાખલ કરેલા કેસની સૌથી વધારે સંખ્યા હતી. તેના પહેલા 2022માં WHOએ ટીબીના 7.5 મિલિયન કેસ નોંધ્યા હતા. ગયા વર્ષે લગભગ 1.25 મિલિયન લોકોના ટીબીથી મોત થયા. 

WHOએ વ્યક્ત કરી ચિંતા

WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એન્ડમોન ઘેબ્યેયિયસે એક નિવેદનમાં જણાવ્યુ, ટીબી હજુ પણ એટલા લોકોને બીમાર કરી રહ્યું છે અને લાખો લોકોના મોત થઈ રહ્યા છે. આ ચિંતાજનક છે. અમારી પાસે તેને રોકવા તેની જાણકારી માટે અને સારવાર માટે ઉપકરણો છો છતાં બીમારી સતત વધી રહી છે. જે વાસ્તવમાં ચોંકાવનારી સ્થિતિ છે. 

ટીબી સાતે સંબંધિત મોતની સંખ્યામાં મામુલી ઘટાડો જરૂર આવ્યો છે. વર્ષ 2020માં 1.32 મિલિયમ મોતથી ઘટીને વર્ષ 2023માં આ 1.25 રહી ગઈ છે. પરંતુ નવા સંક્રમિતોની સંખ્યા વધવી ગંભીર વિષય છે. 

વૈશ્વિક ટીબીના લગભગ 25 ટકા કેસ ભારતમાં 

ભારતની વાત કરવામા આવે તો એહીં સામે આવનાર કેસ હજું પણ વૈશ્વિક ટીબીના લગભગ 25 ટકા છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ગંભીર વ્યાવસાયિક જોખમને રેખાંકિત કરતા એક અધ્યાસમાં મળી આવ્યું કે ભારતમાં સામાન્ય વસ્તીની તુલનામાં સ્વાસ્થ્ય કર્મિઓની વચ્ચે ટીબીના કેસ ખૂબ જ વધારે છે.

(4:55 PM IST)