<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ : માંગમાં જબરો ઉછાળો : આયાત 18 ટકા વધીને 248 ટને પહોંચી

કેલેન્ડર વર્ષના ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ 53 ટકા વધીને રૂપિયા 1,65,380 કરોડ થઈ ગઈ

મુંબઈ : સોનાની કિંમત વિક્રમજનક સપાટીએ પહોંચી છે, સોનાની માંગ પર ખાસ અસર જોવા મળી નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અનુમાન પ્રમાણે ભારતમાં સોનાની માંગ આ વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન 18 ટકા વૃદ્ધિ સાથે 248.3 ટન રહી છે.

સોના પરની ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવતા આભૂષણની માંગમાં સુધારો થયો છે. ગયા વર્ષની સમાન અવધિમાં સોનાની કૂલ માંગ 210.2 ટન હતું. અહેવાલ પ્રમાણે સોનાની માંગ અત્યાર સુધીમાં સૌથી ઊંચી સપાટી પર છે.માટે રોકાણકારોમાં ભાવ ઘટવાની રાહ જોવાનું વલણ વધી શકે છે.

સમગ્ર વર્ષ માટે સોનાની માંગ 700-750 ટનની રેન્જમાં રહેવાની શક્યતા છે. જે ગયા વર્ષની સરખામણીમાં થોડી ઓછી છે. ધનતેરસ અને લગ્નને ધ્યાનમાં રાખીને સોનાની કુલ માંગમાં વધારો થવાની પણ શક્યતા છે. વર્ષ 2023માં ભારતની સોનાની માંગ 761 ટન હતી.

મૂલ્યની દ્રષ્ટિએ આ કેલેન્ડર વર્ષના ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ 53 ટકા વધીને રૂપિયા 1,65,380 કરોડ થઈ ગઈ છે. જે વર્ષ 2023ની આ અવધિમાં રૂપિયા 1,07,700 કરોડ હતી.

વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતની સોનાની માંગ વાર્ષિક ધોરણે 18 ટકા વધી રૂપિયા 248.3 ટન રહી છે. જુલાઈ મહિનામાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવતા આભૂષણોની માંગમાં વધારો થયો છે.

સોના માટે વર્ષ 2015 બાદ સૌથી મજબૂત ત્રિમાસિક ગાળો રહ્યો છે. વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં માંગ 155.7 ટનની તુલનામાં 10 ટકા વધીને 171.6 ટન રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર 2024માં વૈશ્વિક સ્તર પર સોનાની માંગ 5 ટક વધી 1,313 ટન થઈ છે, જે કોઈ પણ ત્રીમાસિક ગાળામાં સૌથી વધારે છે.

(7:00 PM IST)