<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

રામ નગરી અયોધ્યા 28 લાખ દીવડાંઓથી ઝગમગી ઉઠી : એક બન્યો મોટો વર્લ્ડ રેકોર્ડ : જુઓ વિડીયો

અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામવાળી દિવાળી:પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પહેલી વાર દિવાળી મનાવાઈ: સરયુ ઘાટ પર એકીસાથે 28 લાખ દીવડાંઓ પ્રગટાવાયાં

અયોધ્યા :રામ નગરી અયોધ્યા 28 લાખ દીવડાંઓથી ઝગમગી ઉઠી હતી જે એક મોટો વર્લ્ડ રેકોર્ડ છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામવાળી દિવાળી આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પહેલી વાર દિવાળી મનાવાઈ હતી. સરયુ ઘાટ પર એકીસાથે 28 લાખ દીવડાંઓ પ્રગટાવાયાં હતા

   રામ કી પૈડી, ભજન સંધ્યા સ્થળ, ચૌધરી ચરણ સિંહ ઘાટ પર 28 લાખ દીવડાંઓ પ્રગટાવાયાં હતા. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સના સલાહકાર નિશ્વલ બારોટની આગેવાનીમાં 30 સભ્યોની ટીમે સરયૂના 55 ઘાટો પર ડ્રોન દ્વારા દીવડાંઓની ગણતરી કરવામાં આવી હતી.

  28 લાખ દીવા પ્રગટાવવા માટે 91 હજાર લિટર સરસવના તેલનો ઉપયોગ કરાયો હતો. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દીવોમાં તેલ ભરવાની ક્ષમતા 40 મિલીથી ઘટીને 30 મિલી કરવામાં આવી છે

  દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યાની ભવ્યતા દેખાઈ રહી છે. રાજ્યના વડા સહિત તમામ નેતાઓ અયોધ્યા પહોંચી ગયા છે. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, આ વર્ષ અયોધ્યા માટે અદ્ભુત, અનોખું, અલૌકિક છે. 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવીને રામ લલ્લા ફરી એકવાર પોતાના ધામમાં બેઠા અને દુનિયાના તમામ પીડિતોને આ સંદેશ આપ્યો કે તેઓ ક્યારેય તેમના માર્ગથી ભટકી ન જાય. આજે આપણી પાસે એ તમામ આત્માઓને યાદ કરવાનો અવસર છે જેમનું આખું જીવન રામજન્મભૂમિ આંદોલનને સમર્પિત હતું.


 

(8:40 PM IST)