News of Wednesday, 30th October 2024
પહેલી નવેમ્બરની વહેલી સવારે બદલાશે 6 મોટા નિયમો : તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
નવેમ્બર મહિનો પોતાની સાથે ઘણા નવા નિયમો લાવશે :ટ્રેનની ટિકિટ બુકિંગથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલશે : જાણો નિયમોની સંપૂર્ણ સૂચિ

નવી દિલ્હી : રેલ્વે બોર્ડે 1 નવેમ્બરથી ટ્રેન ટિકિટના એડવાન્સ બુકિંગને લઈને એક મોટો નિયમ બદલ્યો છે. અગાઉ, મુસાફરો તેમની મુસાફરીના 120 દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરી શકતા હતા, જે હવે ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે તમે કોઈપણ મુસાફરી માટે ફક્ત 60 દિવસ અગાઉ ટિકિટ બુક કરી શકો છો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પણ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર માટે નવા નિયમો જાહેર કર્યા છે, આ નવા નિયમો 1 નવેમ્બર, 2024થી લાગુ થશે. આ નિયમોનો હેતુ છેતરપિંડી માટે બેંકિંગ ચેનલોનો દુરુપયોગ અટકાવવાનો છે.
દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ ઘરેલું ગેસના ભાવમાં સુધારો કરે છે. પહેલી નવેમ્બરે પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે દિવાળીના અવસર પર સામાન્ય માણસને કોઈ સારા સમાચાર મળે છે કે નહીં.
માત્ર ગેસ સિલિન્ડર જ નહીં, એટીએફ-સીએનજીના નવા ભાવ દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે.
ક્રેડિટ કાર્ડ યુઝર્સ અંગે નવા નિયમો 1 નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે. આમાં, ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલની ચૂકવણી કેટલાક ગ્રાહકો માટે મોંઘી થઈ જશે. જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા 50 હજાર રૂપિયાથી વધુનું યુટિલિટી બિલ ચૂકવો છો, તો તમારે તેના પર 1 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જો યુટિલિટી બિલ 50 હજાર રૂપિયાથી ઓછું છે તો તમારે તેના પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
સેબી નવેમ્બરના પ્રથમ દિવસથી મ્યુચ્યુઅલ ફંડના નવા ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો લાગુ કરવા જઇ રહી છે. નવા નિયમો અનુસાર, હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) ના ફંડમાં નોમિની અને તેમના નજીકના સંબંધીઓ દ્વારા કરવામાં આવેલા 15 લાખ રૂપિયાથી વધુના વ્યવહારોની માહિતી અનુપાલ અધિકારીને જણાવવી પડશે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
