News of Wednesday, 30th October 2024
આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વીજળી પડી: 2 લોકો જીવતા ભૂંજાયા :10 ગંભીર રીતે ઘાયલ
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીના અંદ્રાજાવરમમાં વીજળી પડવાને કારણે એક યુનિટમાં આગ લાગી: ફેક્ટરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ

આંધ્રપ્રદેશમાં, ફટાકડાના ઉત્પાદન એકમ પર વીજળી પડી હતી, જેના કારણે ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 2 લોકો જીવતા દાઝી ગયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીના અંદ્રાજાવરમમાં વીજળી પડવાને કારણે એક યુનિટમાં આગ લાગી હતી. જિલ્લાના સૂર્યરૂપલેમ ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં વીજળી પડી હતી, જેના પછી તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. અહીં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. ઘટના સમયે ફેક્ટરીમાં ઘણા લોકો હાજર હતા, જેમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા, પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા; જ્યારે અન્ય પાંચને સામાન્ય ઈજાઓ થઈ હતી
ડીએસપી (કોવવુરુ) જી દેવકુમારના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા હતા અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
