News of Wednesday, 30th October 2024
દિવાળી પહેલા સોના ચાંદીમાં આગઝરતી તેજી : સોનામાં રૂ, 1,000 અને ચાંદી રૂપિયા 1,300 નો જોરદાર ઉછાળો
દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,300 ઉછળીને રૂપિયા 1,01,000 થયા

મુંબઈ :દિવાળી અગાઉ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા એક હજાર ઉછળીને ફરી વખત રૂપિયા 82,000 સપાટી કુદાવી દીધી છે અને રૂપિયા 82,400 થયું છે. આ ઉપરાંત ચાંદી પણમાં પણ આગઝરતી તેજી જોવા મળી છે.
દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,300 ઉછળીને રૂપિયા 1,00,000ને પાર થઈ ગઈ છે અને રૂપિયા 1,01,000 થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવાળીના સમયમાં ચાંદીનો ભાવ રૂપિયા 74,000 હતો. આમ છેલ્લા એક વર્ષમાં ચાંદી લગભગ રૂપિયા 27000 વધી છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે.
સોનાનો ઔંસદીઠ ભાવ 16.80 ડોલર એટલે કે 0.60 ટકા વધી 2,797.90 ડોલર થયા છે જ્યારે ચાંદીનો ભાવ 33.89 ડોલર રહ્યા છે.
દરમિયાન અદાવાદ ખાતે પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે.અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,500 વધીને રૂપિયા 99,000 થયો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 800 વધી રૂપિયા 82,300 જ્યારે અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 800 વધી રૂપિયા 82,100 રહ્યો હતો.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
