<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

અમેરિકાની મોટી કાર્યવાહી:ભારત સહીત 15 દેશોની લગભગ 400 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાની મદદ કરવાનો આરોપ: યુએસ નાણા અને વિદેશ વિભાગે આ મામલે સંયુક્ત કાર્યવાહી કરી :પ્રતિબંધિત કંપનીઓમાં ભારત, રશિયા અને ચીનની કંપનીઓનો સમાવેશ

અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. તેણે 15 દેશોની લગભગ 400 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના પર રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાની મદદ કરવાનો આરોપ છે. યુએસ નાણા અને વિદેશ વિભાગે આ મામલે સંયુક્ત કાર્યવાહી કરી અને આ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે

    અમેરિકાનો પ્રતિબંધ બુધવારે 15 દેશો સુધી લંબાયો. તેણે આ દેશોની 398 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકાનું કહેવું છે કે આ કંપનીઓએ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને મદદ કરી હતી. અમેરિકા દ્વારા પ્રતિબંધિત કંપનીઓમાં ભારત, રશિયા અને ચીનની કંપનીઓનો સમાવેશ થાય છે 

 અમેરિકન પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ 398 કંપનીઓએ યુક્રેન સાથેના યુદ્ધમાં ફસાયેલા રશિયાને આવા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરી હતી, જેણે તેના યુદ્ધ પ્રયાસોમાં મદદ કરી હતી. યુએસ નાણા અને વિદેશ વિભાગે આ મામલે સંયુક્ત કાર્યવાહી કરી અને આ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો.

 

અમેરિકાનું કહેવું છે કે આ સંયુક્ત કાર્યવાહીનો ઉદ્દેશ્ય એવા તૃતીય પક્ષ દેશોને સજા કરવાનો છે જેમણે રશિયાને મદદ કરી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાથી બચવું હતું.

(11:02 PM IST)