<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

તેલંગાણામાં કાચા ઈંડાની મેયોનેઝ પર પ્રતિબંધ:મોમો ખાવાથી મહિલાના મોત બાદ લેવામાં આવ્યું પગલું

મેયોનેઝ એક જાડી અને ક્રીમી ચટણી છે જે સામાન્ય રીતે ઈંડાની જરદી અને તેલને મિક્સ કરીને તૈયાર થાય છે

તેલંગાણા સરકારે રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતાઓ વચ્ચે તાત્કાલિક અસરથી કાચા ઈંડામાંથી તૈયાર કરાયેલ મેયોનેઝના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 30 નવેમ્બર 2025 સુધી અમલમાં રહેશે.

   સરકારના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ઘણા કેસમાં એવું જોવા મળ્યું છે કે કાચા ઈંડામાંથી બનેલી મેયોનીઝના સેવનથી લોકોમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા છે. તેલંગાણા સરકારે આ નિર્ણય હૈદરાબાદના નંદી નગર, બંજારા હિલ્સ વિસ્તારમાં મોમોઝ ખાવાથી એક મહિલાના મૃત્યુ પછી લીધો છે, જ્યારે 20 થી વધુ લોકો ગંભીર રીતે બીમાર થઈ ગયા છે.

    મેયોનેઝ એક જાડી અને ક્રીમી ચટણી છે જે સામાન્ય રીતે ઈંડાની જરદી અને તેલને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સેન્ડવીચ, સલાડ, શવર્મા અને નાસ્તામાં સ્વાદ વધારવા માટે થાય છે. ગયા વર્ષે 2023 માં, કેરળ કાચા ઇંડામાંથી બનાવેલ મેયોનેઝ પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું, કારણ કે પ્રયોગશાળા પરીક્ષણોમાં તેમાં હાનિકારક સૂક્ષ્મજીવો હોવાનું બહાર આવ્યું હતું. 

     હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં સ્થિત નંદી નગરના એક પ્રખ્યાત સ્ટોલમાંથી મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત થયું, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે બીમાર થઈ ગયા. મોમોઝ ખાધા બાદ આ લોકોની તબિયત બગડી હતી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સમગ્ર શહેરમાં મોમોસ ગાડીઓ પર વિશેષ નિરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે. 

  તેલંગાણામાં કાચા ઈંડામાંથી બનેલી મેયોનીઝ પર લાદવામાં આવેલા પ્રતિબંધની એક વર્ષ પછી સમીક્ષા કરવામાં આવશે. આ હેઠળ, જાહેર આરોગ્ય પર તેની અસર અને ભવિષ્યમાં અન્ય કોઈપણ ખતરાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ ચાલુ રાખવા અથવા હટાવવાનો નિર્ણય લેવામાં આવશે.

(11:29 PM IST)