News of Thursday, 31st October 2024
દિવાળી પહેલા નવી મુંબઈમાં બ્લાસ્ટ: એક જ પરિવારના 2 સભ્યોના મોત : 2 લોકો ઘાયલ
ઉલવેમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત પેટ્રોલના સ્ટોર રૂમમાં બ્લાસ્ટ

મુંબઈ :દિવાળીની પૂર્વ સંધ્યાએ, નવી મુંબઈના ઉલવેમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત પેટ્રોલના સ્ટોર રૂમમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટોર રૂમમાં ડ્રમ અને ગેલનમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ એકત્ર કરવામાં આવતું હતું. બુધવારે સાંજે પેટ્રોલના ગેલન અને ડ્રમ ફૂટ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર રીતે પેટ્રોલ એકત્ર કરીને વેચવામાં આવતું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે ગંભીર રીતે ઘાયલ છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
