News of Thursday, 31st October 2024
તેલંગાણામાં કાચા ઈંડાની મેયોનેઝ પર પ્રતિબંધઃ મોમો ખાવાથી મહિલાના મોત બાદ પગલું
મેયોનેઝ એક જાડી અને ક્રીમી ચટણી છે જે સામાન્ય રીતે ઈંડાની જરદી અને તેલને મિક્સ કરીને તૈયાર થાય છે

હૈદ્રાબાદ, તા.૩૧: તેલંગાણા સરકારે રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતાઓ વચ્ચે તાત્કાલિક અસરથી કાચા ઈંડામાંથી તૈયાર કરાયેલ મેયોનેઝના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકયો છે. આ પ્રતિબંધ ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
સરકારના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ઘણા કેસમાં એવું જોવા મળ્યું છે કે કાચા ઈંડામાંથી બનેલી મેયોનીઝના સેવનથી લોકોમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા છે. તેલંગાણા સરકારે આ નિર્ણય હૈદરાબાદના નંદી નગર, બંજારા હિલ્સ વિસ્તારમાં મોમોઝ ખાવાથી એક મહિલાના મળત્યુ પછી લીધો છે, જ્યારે ૨૦ થી વધુ લોકો ગંભીર રીતે બીમાર થઈ ગયા છે.
મેયોનેઝ એક જાડી અને ક્રીમી ચટણી છે જે સામાન્ય રીતે ઈંડાની જરદી અને તેલને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સેન્ડવીચ, સલાડ, શવર્મા અને નાસ્તામાં સ્વાદ વધારવા માટે થાય છે. ગયા વર્ષે ૨૦૨૩ માં, કેરળ કાચા ઇંડામાંથી બનાવેલ મેયોનેઝ પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું, કારણ કે પ્રયોગશાળા પરીક્ષણોમાં તેમાં હાનિકારક સૂક્ષ્મજીવો હોવાનું બહાર આવ્યું હતું.(
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
