News of Thursday, 31st October 2024
પગારદાર વર્ગ દેવા હેઠળ ડૂબતો જાય છે
સર્વે : માત્ર ૧૩.૪% જ દેવામુકત : નોકરીયાતો ઘર - કાર - વાહન લોનમાં ડૂબેલા

નવી દિલ્હી, તા.૩૧: ભારતનો મજૂર વર્ગ પહેલા કરતા વધુ ઋણમાં ડૂબી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં લોન લેનારાઓની સંખ્યામાં વધુ વધારો થયો છે. BankBazaar ના એસ્પિરેશન ઇન્ડેક્સ અનુસાર, ભારતમાં કામ કરતા મોટાભાગના લોકો પાસે ૨૫ લાખ રૂપિયા સુધીની લોન છે. ૨૫ લાખ સુધીની લોન લેનારા લોકોની સંખ્યા હવે ૯૧.૨% પર પહોંચી ગઈ છે. ગયા વર્ષ સુધી આ આંકડો ૮૮% હતો. મેટ્રો શહેરોમાં દેવું વગર જીવતા લોકોની સંખ્યા ઘણી ઓછી રહી છે. માત્ર ૧૩.૪% નોકરીયાત લોકો દેવા મુક્ત છે, જે ૨૦૨૨ માં ૧૯% હતું.
ઘર ખરીદવું એ પ્રાથમિકતા છે : સર્વેક્ષણ મુજબ, ભારતીય કર્મચારીઓમાં ઘર ખરીદવું એ પ્રથમ નંબરની પ્રાથમિકતા છે. આ પછી, નોકરિયાત વર્ગ સ્વાસ્થ્ય, સંબંધો, ખ્યાતિ અને પ્રગતિ માટે પૈસા ખર્ચવા માંગે છે. યુવાનોમાં પોતાનો રોજગાર કરવાની ઈચ્છા પણ વધી છે. તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે. આ મામલે મહિલાઓ આગળ છે. પૂર્વ ભારતમાં કામ કરતા લોકો એજ્યુકેશન લોન, દક્ષિણ ભારતમાં કાર લોન અને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હોમ લોન લેવા માંગે છે. સર્વે અનુસાર, લોન અને ક્રેડિટ કાર્ડ જેવી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સનો ઉપયોગ મોટાભાગે ર્વકિંગ લોકો કરે છે. તેઓ ઓનલાઈન શોપિંગ પણ કરે છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
