તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
BPLના સ્થાપક TPG નામ્બિયારનું 94 વર્ષની વયે નિધન: બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા
પીએમ મોદી સહિત અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો : તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરના સસરા હતા

મુંબઈ :BPL ના સ્થાપક TPG નામ્બિયારનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા હતા, પીએમ મોદી સહીત અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નામ્બિયાર એક સફળ ઉદ્યોગપતિ અને સ્વપ્નદ્રષ્ટા હતા. તેમણે સવારે 10.15 કલાકે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ TPG તરીકે પ્રખ્યાત હતા. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરના સસરા હતા.
તેમની તબિયત ઘણા સમયથી ઠીક ન હતી. રાજીવ ચંદ્રશેખરે X (અગાઉ ટ્વિટર) પર તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું છે કે તેના સસરા TPG નામ્બિયારનું નિધન થઈ ગયું છે. તેઓ એકદમ ઉદાસ છે. તેઓ સાચા સ્વપ્નદ્રષ્ટા હતા. તેમણે BPL ને ભારતની સૌથી વિશ્વસનીય ગ્રાહક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી. મારા ચૂંટણી પ્રચારમાંથી બ્રેક લઈને હવે હું બેંગલુરુ પરત ફરી રહ્યો છું. આ દુઃખની ઘડીમાં હું મારા પરિવારની સાથે રહીશ.
પીએમ મોદીએ X પર એક પોસ્ટ કરીને નામ્બિયારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ લખ્યું કે, TPG નામ્બિયાર એક અગ્રણી ઈનોવેટર અને ઉદ્યોગપતિ હતા. જેમનું નામ ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવાના મજબૂત સમર્થકોમાં ગણવામાં આવતું હતું. તેમના નિધનથી હું દુખી છું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું
કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, TPG નામ્બિયાર તેમની ખૂબ નજીક છે. તેણે BPL બ્રાન્ડને નવી ઊંચાઈએ પહોંચાડી. હું તેમના નિધન પર શોક વ્યક્ત કરું છું. તેમના યોગદાન અને વારસાને ક્યારેય ભૂલી શકાશે નહીં. તેઓ તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
