<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

નરેન્દ્રભાઇના વડપણ હેઠળની ઇકોનોમિક એડવાયઝરી કાઉન્સીલના ચેરમેન પદ્મશ્રી બિબેક દેબરોયનું અવસાન

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની ખૂબ જ મહત્વની ઇકોનોમિક એડવાયઝરી કાઉન્સીલના ચેરમેન પદ્મશ્રી બિબેક દેબરોયનું ૬૯ વર્ષની વયે અવસાન થયું છે.

શ્રી દેબરોય અગાઉ પૂણેમાં ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સના ચાન્સેલર તરીકે સેવા આપી ચૂક્યા છે.

 બિબેક દેબરોયનું આજે સવારે ૭ વાગ્યે આંતરડાની ગંભીર બીમારીને (ઇન્ટેસ્ટાઇનલ ઓસ્ટ્રકશનને) કારણે અવસાન થયું હોવાનું એમ્સ દિલ્હીએ જણાવ્યું છે.  

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો અને શ્રી દેબરોયને "ટાવરિંગ પર્સનાલિટી" તરીકે વર્ણવ્યા હતા. 

(11:45 AM IST)