<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

નરેન્‍દ્રભાઇની રાષ્ટ્રપતિ મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ ધનખંડ સાથે શુભેચ્‍છા મુલાકાતઃ દિવાળીની શુભકામના પાઠવી

દિવાળીનએ ખુશી અને ઉત્‍સાહનો તહેવારઃ રાષ્‍ટ્રપતિએ લોકોને આપ્‍યો સંદેશ

 

નવી દિલ્હી,:     ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં ગુરુવારે દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના વડાપ્રધાન મોદીએ તેમની દિવાળી બોર્ડર પર સેનાના જવાનો સાથે ઉજવી છે. પીએમ મોદીએ સમગ્ર દેશ વતી સૈનિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને તેમને પોતાના હાથે મીઠાઈ પણ ખવડાવી. આ પછી, દિવાળીની સાંજે પીએમ મોદીએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા માહિતી આપવામાં આવી છે કે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી એવી માહિતી પણ આપવામાં આવી છે કે વડા પ્રધાન મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળ્યા હતા અને દિવાળીની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.

દિવાળીના શુભ અવસર પર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દિવાળી એ ખુશી અને ઉત્સાહનો તહેવાર છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીત અને અધર્મ પર વિજયનો ઉત્સવ છે. આ તહેવાર દેશ-વિદેશમાં વિવિધ સમુદાયો અને વર્ગો દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉજ્જવળ ભવિષ્યની આશા જગાડે છે.

(2:11 PM IST)