<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

જો હું ચૂંટણી હારીશ તો તે ફકત લોકતાંત્રીક હસ્‍તક્ષેપથી થશેઃ ટ્રમ્‍પના નિવેદનથી ફરી હિંસા ભડકવાની ચિંતા

અમેરિકામાં ફરી 2020ની જેમ ઘટના બનશે ? પ નવેમ્‍બર યોજાશે મતદાન

 

ન્‍યુયોર્કઃ  દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં ચાર દિવસ બાદ રાષ્ટ્ર પ્રમુખ માટેની ચૂંટણી યોજાવાની છે. 5 નવેમ્બરે અમેરિકાના લોકો પોતાના આવનાર રાષ્ટ્ર પ્રમુખ માટે મતદાન કરશે. પરંતુ, હવે સવાલ થઈ રહ્યો છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના હરીફ કમલા હેરિસને ચૂંટણીમાં હરાવી દે છે તો શું 2020ની જેમ અમેરિકામાં ફરી હિંસા જોવા મળશે? આ સવાલ એટલે થઈ રહ્યો છે, કારણકે ટ્રમ્પે હાલમાં પોતાના એક નિવેદનમાં ધાંધલીનો ઉલ્લેખ કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ સતત એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પે એવું કહ્યું કે, કમલા હેરિસે હિન્દુઓને અવગણ્યા છે, પરંતુ તે હિન્દુઓની રક્ષા કરશે. કમલા હેરિસ પોતાના નિવેદનમાં ટ્રમ્પને અસ્થિર વ્યક્તિ જણાવી ચુક્યા છે. કમલા હેરિસ ટ્રમ્પને પોતાની મેડિકલ રિપોર્ટ પણ સાર્વજનિક કરવાનો ચેલેન્જ આપી ચુક્યા છે.

 

ચૂંટણીના થોડા દિવસ પહેલાં ટ્રમ્પના નિવેદને અમેરિકામાં ચૂંટણી અને રાજકીય નિરીક્ષકોને ચેતવણી આપી છે. ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે, જો ચૂંટણીમાં તેમની હાર થાય છે તો તે ફક્ત લોકતાંત્રિક હસ્તક્ષેપથી થશે. મિશિગ્ન રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, જો હું ચૂંટણીમાં હારી જઉ તો તે ફક્ત લોકતાંત્રિક હસ્તક્ષેપથી થશે. આ એકમાત્ર રીત છે, કારણકે તેઓ દગો કરે છે.

 

હવે સવાલ થઈ રહ્યો છે કે, જો ટ્રમ્પ ચૂંટણી હારે તો તે રિઝલ્ટ પર શંકા વ્યક્ત કરી શકે છે. જો એવું થયું તો તેના સમર્થક 2020ની જેમ ઉગ્ર થઈ શકે છે. 2020માં ટ્રમ્પ અને તેના સમર્થકો આવું કરી ચૂક્યા છે.

(2:12 PM IST)