<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

દિવાળી પર સરકારને મળ્યા સારા સમાચાર : તહેવારોની સીઝનને કારણે ઓક્ટોબર 2024માં GST કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો

ગત નાણાકીય વર્ષના ઓક્ટોબર મહિના કરતા આ વર્ષે GST કલેક્શન 9% વધીને રૂ.1,87,346 કરોડ થયું

નવી દિલ્હી : દિવાળીના પર્વ પર સરકારને સારા સમાચાર મળ્યા છે. સરકારને જીએસટીમાંથી સતત આવક મળી રહી છે. તહેવારોની સીઝનને કારણે ઓક્ટોબર 2024માં GST કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સત્તાવાર ડેટા અનુસાર, ઓક્ટોબર મહિનામાં માલસામાન અને સેવાઓનું કલેક્શન રૂ. 1,87,346 કરોડ હતું, જે ગયા નાણાકીય વર્ષના ઓક્ટોબર મહિનામાં રૂ. 1.72 લાખ કરોડ કરતાં લગભગ 9 ટકા વધુ છે. સપ્ટેમ્બર 2024માં GST કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા હતું. GST રિફંડ જારી કર્યા પછી, ઓક્ટોબર મહિનામાં કુલ કલેક્શન 8 ટકાના ઉછાળા સાથે રૂ. 1,68,041 કરોડ હતું.

ઓક્ટોબર મહિના માટે માલસામાન અને સેવાઓના કુલ અને ચોખ્ખા સંગ્રહનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ મહિનાની કુલ GST આવક રૂ. 1,87,346 કરોડ છે, જેમાં CGST આવક રૂ. 33,821 કરોડ, SGAC આવક રૂ. 41,864 કરોડ, IGST રૂ. 54,878 કરોડ અને ઉપકર રૂ. 11,688 કરોડ છે. કુલ સ્થાનિક આવકમાં 10.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આયાતના મોરચે રૂ. 44,233 કરોડની આવક IGST અને રૂ. 862 કરોડ સેસમાંથી આવી છે.
કુલ જીએસટી કલેક્શન રૂ. 1,87,346 કરોડ થયું છે જેમાંથી રૂ. 19,306 કરોડના જીએસટી રિફંડ જારી કરવામાં આવ્યા છે. ગત નાણાકીય વર્ષના ઓક્ટોબર મહિનામાં 16,335 કરોડના રિફંડ આપવામાં આવ્યા હતા, જેનો અર્થ છે કે ઓક્ટોબર મહિનામાં રિફંડ આપવામાં 18.2 ટકાનો ઉછાળો આવ્યો છે.

 

(4:29 PM IST)