<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

મંગળ ગ્રહનું સંશોધન ઈસરો લદાખમાં કરશે

હ્યુમન સ્પેસ ફ્લાઈટ સેન્ટર અને યુનિવર્સિટી ઓફ લદાખ, આઇઆઇટી બોમ્બે અને આકા સ્પેસ સ્ટુડિયો દ્વારા દ્વારા સંયુક્ત પ્રોજેક્ટ હાથ ધરાશે

ISRO દ્વારા લદાખમાં માર્સ સિમ્યુલેશન મિશનની શરૂઆત કરવામાં આવી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) પહેલી વાર લેહ અને લદાખમાં સિમ્યુલેશન સ્પેસ મિશન કરી રહી છે. આ એક સંયુક્ત પ્રોજેક્ટ છે, જેમાં ISROની હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટર, યુનિવર્સિટી ઓફ લદાખ, IIT બોમ્બે, અને આકા સ્પેસ સ્ટુડિયો સાથે મળીને કામ કરી રહ્યાં છે. તેઓ સ્પેસમાં એકાંત, બંધન અને કુદરતી સંસાધનોની મર્યાદા પર ફોકસ કરી રહ્યાં છે.

વસવાટ કરનાર પર અસર

Hab-1 એક વિશિષ્ટ પ્રકારનું ટૂલ છે. આ એક જ એવું ટૂલ છે, જેમાં એકાંત અને બંધનમાં મનુષ્ય હોય તો તેની આરોગ્ય અને ક્ષમતાઓ પર શું અસર પડે છે, તેનો તુલનાત્મક અભ્યાસ કરાય છે. આ  હેબિટેટમાં સામાન્ય જરૂરિયાતોનો સમાવેશ કરાયો છે, જેમાં હાઇડ્રોફોનિક્સ ફાર્મ, કિચન અને સેનિટાઇઝેશન ફેસિલિટીનો સમાવેશ થાય છે. આ ડેટા પરથી અંતરિક્ષમાં લાંબા સમયના મિશન પર મનુષ્યના આરોગ્ય પર શું અસર થાય છે અને તેને કાબુમાં રાખી શકાય કે નહીં તે દિશામાં સંશોધન કરાશે.

આ સંશોધનો માટે લદાખની પસંદગી કરાઈ છે કારણ કે, લદાખ ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ ઉપરાંત લદાખ અને મંગળ ગ્રહની જમીન અને વાતાવરણ વચ્ચે ઘણી સામ્યતા છે.

સિમ્યુલેશન મિશન

આ એક સિમ્યુલેશન મિશન છે એટલે કે, પૃથ્વી પર અન્ય ગ્રહની જે પરિસ્થિતિ હોય તેવો માહોલ તૈયાર કરવામાં આવે છે અને તેના પરથી પરીક્ષણ કરવામાં આવે છે.

આ મિશનમાં જે વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ઘણી એક્ટિવિટીઝ પર ફોકસ કરશે. અન્ય ગ્રહ પર જીવન જીવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડશે તેમાંથી હેબિટેટ ડિઝાઇન, રિસોર્સ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, તેમ જ ક્રૂ મેમ્બર્સ પર સાયકોલોજિકલ દૃષ્ટિએ કેવી અસર થાય છે તેના પર ફોકસ કરવામાં આવશે.

(5:09 PM IST)