<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

પશ્ચિમ બંગાળ / કાલી પૂજામાં મોટી દુર્ઘટના, ઘરમાં ભીષણ આગ લાગતાં 3 માસૂમ બળીને કોલસો થઈ ગયા

લોકો અને ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવી શક્યા ત્યાં સુધીમાં ઘરમાં હાજર ત્રણ બાળકો જીવતા દાઝી ગયાદિવાળીનો તહેવાર ગુરુવાર અને શુક્રવારે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જ્યારે પશ્ચિમ બંગાળમાં કાલી પૂજાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો પરંતુ કાલી પૂજાના તહેવાર દરમિયાન હાવડામાં એક અકસ્માત થયો હતો જેમાં એક પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે. ઉલુબેરિયા શહેરમાં એક ઘરમાં ભીષણ આગ લાગી હતી. લોકો અને ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવી શક્યા ત્યાં સુધીમાં ઘરમાં હાજર ત્રણ બાળકો જીવતા દાઝી ગયા હતા. બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. અધિકારીઓએ શનિવારે સવારે આ ઘટનાની જાણકારી આપી હતી.પશ્ચિમ બંગાળમાં કાલી પૂજાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કાલી પૂજા તહેવાર માટે લોકો કોઈપણ ભોગે તેમના પરિવાર સાથે આવે છે. પશ્ચિમ બંગાળમાં શુક્રવારે કાલી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે ઉલુબેરિયા શહેરમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમ આગ પર કાબુ મેળવી શકી ત્યાં સુધીમાં ઘરમાં હાજર ત્રણ માસૂમ બાળકો બળીને ખાખ થઈ ગયા હતા. બાળકોની ઉંમર નવ વર્ષ, ચાર વર્ષ અને અઢી વર્ષ હોવાનું કહેવાય છે.આવો જાણીએ શું કહ્યુ ફાયર બ્રિગેડના અધિકારીઓએ ?
આ તરફ ફાયર બ્રિગેડ ઓફિસર રંજન કુમાર ઘોષે કહ્યું કે, ફાયર બ્રિગેડને સમાચાર મળ્યા હતા કે એક ઘરમાં આગ લાગી છે. જે બાદ એક મકાનમાં આગ લાગતા સ્થળ પર બે ફાયર ટેન્ડર પહોંચ્યા હતા. જે બાદમાં આગ બુઝાવી દેવામાં આવી હતી પરંતુ ત્રણ બાળકો દાઝી ગયા હતા. તેમણે જણાવ્યું કે બાળકોની ઉંમર 9 વર્ષ, 4 વર્ષ અને 2.5 વર્ષ હતી. કાળી પૂજાના દિવસે ઘરમાં બાળકો હાજર હોવાનું જણાવતાં ફાયર ઓફિસરે ઉમેર્યું હતું કે, લોકો માને છે કે ઘરમાં આગ ફટાકડા કે બોમ્બ ફોડવાથી લાગી છે. આગના કારણે ઘરમાં એટલો ધુમાડો હતો કે, બાળકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. આ અકસ્માતમાં ત્રણ બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

 

(12:47 PM IST)