દુબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં કારતૂસ મળ્યા , હડકંપ, અફરા તફરી મચી ગઇ
દુબઈથી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 916ના સીટ પોકેટમાંથી એક કારતૂસ મળી આવ્યું, ઘટના, તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા

નવી દિલ્હી : ભારતીય એરલાઇન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં એર ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, દુબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં કારતૂસ મળી આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના 27 ઓક્ટોબરની છે. 27 ઓક્ટોબર 2024ના રોજ દુબઈથી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 916ના સીટ પોકેટમાંથી એક કારતૂસ મળી આવ્યું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, શંકાસ્પદ વસ્તુ મળી આવતા જ એર ઈન્ડિયાએ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો. એરલાઈને આ ઘટનાને ગંભીરતાથી લીધી અને સુરક્ષા માટે જરૂરી પગલાં લીધા. પ્રવક્તાએ કહ્યું કે, અમારી સુરક્ષા નીતિઓ ખૂબ જ કડક છે અને અમે કોઈપણ પ્રકારની ભૂલને નકારી શકતા નથી. આ તરફ હવે સિક્યોરિટી ચેકમાં ક્યાં ભૂલ થઈ કે પેસેન્જર કે અન્ય કોઈ વ્યક્તિ કારતુસ સાથે પ્લેનમાં ઘૂસ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.
આ મામલો એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 916 સાથે સંબંધિત છે. આ ફ્લાઈટ દુબઈ અને નવી દિલ્હી વચ્ચે ચાલે છે. પ્લેન 27 ઓક્ટોબરે નવી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. તમામ મુસાફરો વિમાનમાંથી બહાર નીકળી ગયા. જ્યારે મુસાફરો પ્લેનમાંથી બહાર આવ્યા ત્યારે એરલાઈન્સનો સપોર્ટ સ્ટાફ પ્લેનની સફાઈ કરી રહ્યો હતો. આ દરમિયાન સીટના ખિસ્સામાંથી એક કારતૂસ નીકળ્યું હતું. સહાયકે તરત જ અધિકારીઓને આ બાબતની જાણ કરી. આ પછી વિમાનની સઘન તપાસ કરવામાં આવી. આ કારતૂસ સિવાય પ્લેનમાં અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ હવે એર ઈન્ડિયા પાસેથી એ યાત્રીઓ વિશે માહિતી એકઠી કરી રહી છે કે, જેમણે સીટ પર મુસાફરી કરી હતી કોના ખિસ્સામાંથી કારતૂસ મળી આવ્યું હતું. કારતૂસ ક્યારે રાખવામાં આવી હતી તે અંગે અત્યારે ચોક્કસ કહી શકાય તેમ નથી. જો જરૂરી જણાશે તો પોલીસ આ સીટ પર કે ભૂતકાળમાં મુસાફરી કરી ચૂકેલા મુસાફરોની માહિતી એકત્રિત કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
