<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

પાકિસ્‍તાન : વિમાનમાંથી ઉતરતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીનો પગ ભાંગ્યો

ઇસ્‍લામાબાદ : પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરતી વખતે તેઓનો પગ તૂટયો હતો. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી, પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિના કાર્યાલયે ગુરુવારે મોડી રાત્રે તેની પુષ્ટિ કરી હતી.

 

મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે, ઝરદારી પ્લેનમાંથી ઉતરતી વખતે પડી ગયા હતા. આ પછી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસ બાદ તબીબોએ તેઓના પગ પર પ્લાસ્ટર લગાવ્યું હતું. પ્લાસ્ટર ચાર અઠવાડિયા સુધી તેની જગ્યાએ રહેશે. હાલમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘરે મોકલીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

(4:20 PM IST)