<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

રતન ટાટાએ એક વખતે અમિતાભ બચ્ચન પાસે ઉધાર માંગ્યા હતા પૈસા,

કિસ્સો યાદ કરીને ભાવુક થયા બિગ બી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 16’ માં રતન ટાટા સાથે વિતાવેલી ક્ષણને યાદ કરી

મુંબઇ : રતન ટાટા સાથે અનેક લોકોની યાદો જોડાયેલી છે, તેમાંથી એક છે અમિતાભ બચ્ચન. અમિતાભે ‘કૌન બનેગા કરોડપતિ 16’ના લેટેસ્ટ એપિસોડમાં રતન ટાટા સાથે જોડાયેલી એક ઘટના કહી. તેમણે કહ્યું કે રતન ટાટાએ એક વખત તેમની પાસે પૈસા માંગ્યા હતા.
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને  ‘કૌન બનેગા કરોડપતિ 16’ માં રતન ટાટા  સાથે વિતાવેલી ક્ષણને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રતન ટાટાએ તેમની પાસે એક વખત કોઇપણ સંકોચ વિના પૈસા માંગ્યા હતા. રતન ટાટા સાથે જોડાયેલો આ કિસ્સો બિગ બીએ બોમન ઈરાની  અને ફરાહ ખાન સામે સંભળાવ્યો હતો.
 જણાવી દઈએ કે, રતન ટાટાનું નિધન 9 ઓક્ટોબરે થયું હતું. તેઓ 86 વર્ષના હતા. તેઓ ‘KBC 16’ના પ્રોમોમાં કહે છે કે, “કેવા માણસ હતા તેઓ, હું જણાવી નથી શકતો. આટલા સરળ માણસ.” અમિતાભ તેમની સાથે લંડન હતા. તેમણે જણાવ્યું કે, રતન ટાટાનું કેરેક્ટર સિચ્યુએશન્સમાં દેખાતું હતું.
અમિતાભ બચ્ચાને કહ્યું કે, “એક વખત અમે બંને એક જ ફ્લાઈટમાં હતા. અમે હિથ્રો એરપોર્ટ પર ઉતર્યા અને જે લોકો તેમને લેવા આવવાના હતા, તેઓ ક્યાંક જતા રહ્યા અથવા તેમને દેખાયા નહીં. હું પણ ત્યાં બહાર જ ઉભો હતો. મેં તેમને ત્યાં ઉભેલા જોયા અને તેઓ કોલ કરવા માટે એક ફોન બૂથ પર ગયા.” ત્યારબાદ જે થયું એ એવી ક્ષણ હતી, જેને બિગ બીએ કહ્યું કે તેઓ ક્યારેય નહીં ભૂલી શકે.

 

(4:31 PM IST)