<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

જાણીતા ફેશન ડિઝાઇનર રોહિત બાલે 63 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા : સાંજે પ વાગ્‍યે અંતિમ સંસ્‍કાર

રોહિત બાલ આ વર્ષની શરૂઆતમાં કામ પર પાછો ફર્યો હતો અને ગયા મહિને દિલ્હીમાં લેક્મે ઇન્ડિયા ફેશન વીકમાં તેનો છેલ્લો શો કર્યો હતો.

નવી દિલ્હી: પ્રખ્યાત ફેશન ડિઝાઈનર રોહિત બાલનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. રોહિત બાલને 2010માં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તેણે એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. 63 વર્ષના રોહિત ફેશન જગતનું એક મોટું નામ હતા. જેમણે પોતાની આર્ટથી બોલિવૂડને પણ પ્રભાવિત કર્યું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. રોહિત બલના અંતિમ સંસ્કાર નવી દિલ્હીના લોધી રોડ સ્મશાન ભૂમિમાં 2 નવેમ્બરે સાંજે 5 વાગ્યે કરવામાં આવશે.

રોહિત બાલ આ વર્ષની શરૂઆતમાં કામ પર પાછો ફર્યો હતો અને ગયા મહિને દિલ્હીમાં લેક્મે ઇન્ડિયા ફેશન વીકમાં તેનો છેલ્લો શો કર્યો હતો. ડિઝાઇનરે રેમ્પ પર ઠોકર મારી, જેના કારણે ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ ગયા. 1 નવેમ્બર, શુક્રવારના રોજ પ્રખ્યાત ફેશન ડિઝાઇનરના નિધન પછી, ‘ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ દ્વારા શોક સંદેશ જારી કરવામાં આવ્યો હતો. એફડીસીઆઈએ ફેશન આઈકોનની તસવીર સાથે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અમે પ્રખ્યાત ડિઝાઈનર રોહિત બાલના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ. તેઓ ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (FDCI)ના સ્થાપક સભ્ય હતા

રોહિત બાલ ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. રોહિતનો જન્મ 8 મે 1961ના રોજ કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ શ્રીનગરથી કર્યો હતો. બાદમાં તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થયા હતા. જ્યાં તેમણે વધુ અભ્યાસ પૂરો કર્યો. રોહિતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ફેશન કોર્સ કર્યો હતો. 1986માં તેમણે તેમના ભાઈ સાથે ઓર્કિડ ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરી.

રોહિત બાલ પેસમેકરની મદદથી ઘણા વર્ષો સુધી જીવતો હતો, જેને કારણે ગયા વર્ષે સમસ્યા થવા લાગી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તે બોલિવૂડમાં તેની શાનદાર ડિઝાઇન અને કામ માટે પ્રખ્યાત બન્યો. તેઓ કાશ્મીરના હતા અને ભારતના સૌથી પ્રખ્યાત ફેશન ડિઝાઇનરોમાંના એક હતા. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક થયા.

(5:54 PM IST)